Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પ્રથમ બજેટમાં જ સ્વરૂપ બદલાયું

નિર્મલા સીતારમણે પરંપરા બદલી : બ્રીફકેસના બદલે લાલરંગના ફોલ્ડરમાં રાખ્યા દસ્તાવેજો

નવી દિલ્હી, તા. પ : બજેટ પહેલા નવી વાત જોવા મળી છે. આ વખતે સૂટકેશમાં બજેટ આવ્યું નથી. પરંતુ ચીફ ઇકોનોમિક એડવાઇઝર કે. સુબ્રમણ્યમે જણાવ્યું કે આ ભારતીય પરંપરા છે. અમે પશ્યિમી સભ્યતાથી અલગ દેખાવા ઇચ્છીએ છીએ.

 

બજેટ રજૂ કરતાં પહેલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નાણાં પ્રધાન કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમને બજેટમાં બ્રીફકેસની પરંપરાને તોડી છે. તેઓ બ્રીફકેસના બદલે લાલ રંગના ફોલ્ડરમાં બજેટ રજૂ કરવાના છે. આ ફોલ્ડર પર અશોક સ્થંભનું ચિન્હ છે જેની અંદર બજેટની કોપીને રાખવામાં આવી છે. અત્યાર સુધી બ્રીફકેસમાં બજેટ રજૂ કરવામાં આવતુ હતુ પરંતુ આ વખતે નિર્મલા સીતારમન ફોલ્ડરમાં બજેટને રજૂ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટને મંજુરી આપવામાં આવશે ત્યારબાદ નાણાં પ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરશે.

(1:10 pm IST)