Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કુલભુષણ જાધવ અંગે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ કોર્ટ આપશે ચુકાદો

ઇસ્લામાબાદ, તા.પઃ હેગની ઇન્ટરનેશનલ કોર્ટમાં ચાલી રહેલા કુલભુષણ જાધવ વાળા કિસ્સામાં આ મહિનાના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે. એક પ્રકારે ભારત વિરુદ્ઘ પાકિસ્તાન થઇ ચુકયું છે આ મુદ્દે તમામ લોકોની મજર ટકેલી છે. આ વર્ષે ૧૮થી ૨૧ ફેબ્રુઆરી સુધીમાં હેગ ઇન્ટરનેશનલ કોર્ટ આ મુદ્દે ભારત અને પાકિસ્તાનની તરપથી પોત પોતાનાં દાવા અને દલીલો રજુ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મુળના નાગરિક કુલભુષણ જાધવને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇએ ઇરાનથી પકડાયા હતા. ત્યાર બાદ પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસુસીના ખોટા આરોપોમાં ફસાયેલી સજા ફટકારી હતી. ભારત ૨૦૧૬થી જ જાધવનાંકોસુલર એકસેસની માંગ કરી રહ્યા છે. ઇસ્લામ ખાતે ભારતીય દુતાવાસને જયારથી માહિતી મળી હતી જાધવને પાકિસ્તાનથી કેદ કરી રાખેલા છે. જો કે ભારત વારંવાર અપીલ છતાપ ણ પાકિસ્તાન તેની માંગ ફગાવતું રહ્યું છે. ત્યાર બાદ ૮ મે, ૨૦૧૭ના રોજ ભારત પાકિસ્તાનની વિરુદ્ઘ આ કેસને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇને ગયું. જેમાં તેણે પાકિસ્તાન પર વિયના સમજુતી ૧૯૬૩ને તોડવાનો આરોપ લગાવ્યો.

૧૮ મે ૨૦૧૭ ઇન્ટરનેશનલ કોર્ટે કુલભુષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો. કોર્ટે પોતાનાં ઓર્ડરમાં કહ્યું કે, જયા સુધી આઇસીજે આ મુદ્દે પોતાનો અંતિમ ચુકાદો નથી આપતું, પાકિસ્તાન કુલભુષણ જાધવને સજા આપી શકે નહી. ભારતે કોર્ટમાં પોતાની અપીલમાં જાધવની ફાંસીની સજા રદ્દ કરવાની માંગ કરી. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પાકિસ્તાને જાધવની માં અને તેની પત્નીને તેમને મળવા માટેની પરવાનગી આપી હતી.

(10:24 am IST)