Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: એક આતંકીવાદી ઠાર

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો :બે -ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની આશંકા

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે જેમાં એક આતંકીને ઠાર કરાયો છે  શોપિયાના નરવાની વિસ્તારમાં સુરક્ષાબળને 2થી 3 આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ મળ્યા બાદ વિસ્તારને ઘેરી લીધો હતો જો કે સુરક્ષાબળે અત્યાર સુધીમાં કરેલી કાર્યવાહીમાં એક આતંકી ઠાર મરાયો હોવાનું સૂત્રોને જાણકારી મળી છે

  સુરક્ષાબળે વિસ્તારને ઘેરી લીધા બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકીઓએ કરેલા ફાયરિંગનો સુરક્ષાબળે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સાથે સુરક્ષાબળે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મૂ-કશ્મીરમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની બાતમી સુરક્ષાબળને મળતા સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો અને આતંકીઓ તથા સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ છે. જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.

જો કે સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. કાશ્મીરના શોપિયાં જિલ્લામાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની જાણ સુરક્ષાબળને થતાં સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે.

(9:54 am IST)