Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

લોકોનું આયુષ્ય વધી રહ્યું છેઃ વધશે નિવૃતિ વયમર્યાદા

સરકારે જર્મની, અમેરિકા, યુકો, ચીન, જાપાનનું આપ્યું ઉદાહરણ

નવી દિલ્હી, તા.પઃ દેશમાં રિટાયરમેન્ટની ઉંમર વધીને ૭૦ વર્ષ થઈ જશે? મોદી સરકાર જો મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમ અને તેમની ટીમની સલાહ પર આગળ વધે છે તો એ શકય છે. ગુરુવારે રાજયસભામાં રજૂ થયેલા આર્થિક સર્વેમાં આવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેના સમર્થનમાં જર્મની, અમેરિકા, યુકે, ચીન, જાપાન સહિત દ્યણા દેશોનું ઉદાહરણ પણ અપાયું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં મહિલા અને પુરુષોનું આયુષ્ય (લાઈફ એકસપેન્ટેન્સી) સતત વધી રહ્યું છે. અન્ય દેશોના અનુભવોના આધારે પુરુષો અને મહિલાઓની રિટાયરમેન્ટ ઉંમરમાં વધારા પર વિચાર કરવામાં આવી શકે છે. એ પેન્શન સિસ્ટમમાં વ્યવહારિકતા વધારવાની ચાવી છે અને તે મહિલા શ્રમ બળના જૂના વય જૂથમાં પેન્શનની ભાગીદારીને વધારશે. રિટાયરમેન્ટ ઉંમરમાં વધારો અનિવાર્ય છે, એટલે આ પરિવર્તનનો એડવાન્સમાં સંકેત આપવો જરૂરી છે. તેનાથી પેન્શન અને અન્ય રિયાટરમેન્ટ જોગવાઈઓની અગ્રિમ યોજનામાં મદદ મળશે.

વધતી જઈ રહેલી વૃદ્ઘોની વસ્તી અને પેન્શન ફંડિગ પર વધતા દબાણને કારણે દ્યણા દેશોએ પેન્શન યોગ્ય રિટાયરમેન્ટ ઉંમરને વધારવાનું શરૂ કરી દીધું છે. જર્મની, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોએ રિટાયરમેન્ટ ઉંમર વધારી દીધી છે. કેટલાક દેશો જેવાકે, ઓસ્ટ્રેલિયા અને યુકે મહિલાઓને પુરુષો કરતા વહેલા રિટાયર કરી દે છે, પરંતુ હવે બંનેની રિટાયરમેન્ટ ઉંમર બરાબર કરવા માટે તેમણે નિયમોમાં ફેરફાર કર્યો છે.

સર્વેમાં કહેવાયું છે કે, દ્યણા વિકસિત દેશો, જેવાકે, કેનેડા, જર્મની, યુકે અને અમેરિકાએ પ્રી-સેટ ટાઈમલાઈન મુજબ રિટાયરમેન્ટ ઉંમરને વધારતા રહેવાના સંકેત આપ્યા છે. ઉદાહરણ તરીકે યુકેમાં ૨૦૨૦ સુધી રાજય પેન્શન ઉંમર પુરુષો અને મહિલાઓ માટે ૬૬ વર્ષ થઈ જશે. ભવિષ્યમાં યુકે સરકાર વર્ષ ૨૬-૨૮માં ૬૭ અને ૨૦૪૪-૪૬માં ૬૮ વર્ષ કરવાની યોજના બનાવી રહી છે.

આર્થિક સમીક્ષામાં ભારતની વસ્તી પર પ્રકાશ પાડતા કહેવાયું છે કે, આવનારા બે દાયકામાં દેશના વસ્તી વધારાના દરમાં ઘણો ઘટાડો થશે. વસ્તી વધારાનો દર ૨૦૨૧-૩૧ દરમિયાન એક ટકાથી ઓચો અને ૨૦૩૧-૪૧ દરમિયાન ૦.૫ ટકાથી નીચે રહેશે. સમીક્ષા મુજબ, સમગ્ર દેશ માટે યુવા વસ્તીનો લાભ મળશે, પરંતુ કેટલાક રાજય ૨૦૩૦ સુધીમાં વૃદ્ઘ વસ્તી તરફ વધવાનું શરૂ કરી દેશે. વસ્તીમાં ૦-૧૯ વર્ષની ઉંમરના લોકોની સંખ્યા ૨૦૧૧૧ના ઉચ્ચતર સ્તર ૪૧ ટકાથી ઘટીને ૨૦૪૧માં ૨૫ ટકા રહી જશે.

બીજી તરફ વસ્તીમાં ૬૦ વર્ષની ઉંમરના લોકોની સંખ્યા ૨૦૧૧ના ૮.૬ ટકાથી વધીને ૨૦૪૧ સુધી ૧૬ ટકા પર પહોંચી જશે. કામ કરતી વસ્તી ૨૦૨૧-૩૧ની વચ્ચે ૯૭ લાખ પ્રતિ વર્ષના દરે વધશે અને ૨૦૩૧-૪૧ની વચ્ચે ૪૨ લાખ પ્રતિ વર્ષની ઝડપે વધશે. આગામી બે દાયકામાં વસ્તી અને લોકોની ઉંમરની સંરચનાના પૂર્વાનુમાન નીતિ-ઘડનારાઓ માટે સ્વાસ્થ્ય સેવા, વૃદ્ઘોની દેખરેખ, સ્કૂલ સુવિધાઓ, સેવાનિવૃત્તિ સાથે સંબંધિત નાણાકીય સેવાઓ, પેન્શન કોષ, આવકવેરો, શ્રમ બળ, શ્રમિકોની ભાગીદારીના દર અને સેવાનિવૃત્તિની ઉંમર જેવા મુદ્દા સાથે જોડાયેલી નીતિઓ બનાવવી એક મોટું કામ હશે.

(9:49 am IST)