Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

શહેરોની તુલનામાં ગામડાઓમાં વધુ ઝડપથી ઘટી મોંઘવારીઃ આર્થિક સર્વે

નવી દિલ્હી, તા.પઃ દેશમાં છેલ્લા વર્ષે જૂલાઇમાં ગ્રામીણ ક્ષેત્રમાં શહેરી વિસ્તારોની સરખામણીએ મોંઘવારીમાં ઘટાડોનો દર વધુ રહ્યો છે. સંસદમાં ગુરુવારે રજૂ કરવામા આવેલા ૨૦૧૮-૧૯ના ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારીના દરની વર્તમાન સમયની એક ખાસ વાત એ છે કે ગ્રામીણ મોંઘવારીની સાથે સાથે શહેરી મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે જૂલાઇ ૨૦૧૮થી જ શહેરી મોંઘવારીની તુલનામાં ગ્રામીણ મોંઘવારીમાં ઘટાડાની ગતિ વધુ ઝડપી રહી છે. જેને કારણે મુખ્ય મોંઘવારી દર ઘટી ગયો છે. આર્થિક સર્વેક્ષણમા  કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ મોંઘવારીમાં ઘટાડો ખાદ્ય મોંઘવારી ઘટવાના કારણે આવી છે. છેલ્લા છ મહિનાથી ખાદ્ય મોંઘવારી સતત નીચે આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, મોટાભાગના રાજયોમાં ગ્રાહક પ્રાઇસ ઇન્ડેકસ પર આધારિત મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૩ રાજયો અને સંઘ શાસિત રાજયોમાં મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે. આ દરમિયાન દમણ અને દીવમાં મોંઘવારી દર ન્યૂનતમ રહ્યો છે. બાદમાં હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે.

(9:48 am IST)