Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મુંબઈમાં એન્જીનીયર પર કાદવ ફેંકવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણેની ધરપકડ

તેમના બે સમર્થકોની પણ ધરપકડ :નારાયણે રાણેએ કહ્યું, 'હું આ બાબતને સમર્થન આપતો નથી

મહારાષ્ટ્રના મુંબઈમાં એક એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે સહિતના તેમના બે સમર્થકોને ધરપકડ કરી છે. આ તમામ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ ધારાઓ હેઠળ FIR દાખલ કરાઈ છે  આ મામલે તમામને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાશે

   આ સમગ્ર મામલો મુંબઈ-ગોવા હાઇવે નજીકના કંકાવલી વિસ્તારનો છે. ભૂતકાળમાં, કેટલાક લોકોએ નિતેશ રાણેને આ હાઇવે પર પડેલા ખાડાઓના કારણે દુર્ઘટના અને મુસાફરીમાં મુશ્કેલીઓ આવવા અંગેની ફરિયાદ કરી હતી. આ વાતને લઇને સંબંધિત એન્જિનિયર પ્રકાશ શેડકરનો સંપર્ક કર્યો હતો. પછી રાણેએ પ્રકાશ શેડકરને કહ્યું, "લોકોને ખાડાને કારણે દરરોજ સમસ્યાઓ અનુભવી રહ્યા છે.

   હવે તમારે પણ આ અનુભવ કરવો જોઈએ. " આ દરમિયાન, કોંગ્રેસ ધારાસભ્યના સમર્થકોએ શડકર પર કાદવ ફેંક્યો અને ત્યારબાદ તેન બ્રિજ પર દોરડાથી બાંધી દીધો હતો. આ સમગ્ર ઘટના અંગેનો એક VIDEO વાયરલ થયો છે.

આ તરફ, ધારાસભ્ય નિતેશ રાણેના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ ઘટના ખોટી છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, હાઇવે પરની સમસ્યાને લઇને પ્રદર્શન કરવું યોગ્ય છે પરંતુ સમર્થકો દ્વારા સરકારી કર્મચારી સાથે આવું વર્તન કરવું સાચું નથી. નારાયણ રાણેએ કહ્યું, 'હું આ બાબતને સમર્થન આપતો નથી.'

(12:00 am IST)