Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભારતીય કેબ એગ્રીગેટર ઓલા હવે લંડનમાં પણ ધૂમ મચાવશે

ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછીલંડનમાં કેબ સેવા શરૂ થશે: લાઇસન્સ મળ્યું

નવી દિલ્હી : ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પછી, ભારતીય કેબ એગ્રીગેટર ઓલા હવે લંડનમાં પણ ધૂમ મચાવશે. લંડનના પરિવહન નિયમનકારે ઓલાને શહેરમાં તેની સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે.

  ઓલા કંપનીએ આ અહેવાલ આપ્યો હતો બેંગ્લોરની કાર કંપની ઓલાએ કહ્યું કે ટૂંક સમયમાં લંડન શહેરમાં કેબ સેવા શરૂ થઈ જશે

    ઓલાને લંડનમાં તેમની સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં તે સમયે મળી છે. જ્યારે જર્મન ઓટોમેકર ડેમ્લેરની એસોસિયેટ એસ્ટોનિયા બોલ્ટને ફરી લંડનમાં તેમની સેવાઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં, કંપનીનો લંડનમાં દબદબો છે. બેંગલોર સ્થિત ઓલા કંપનીએ જણાવ્યું હતું કે તેને લંડનમાં સેવા શરૂ કરવા માટે લાઇસન્સ મળ્યું છે.

   ઓલા કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'અમે ડ્રાઇવર્સ, રાઈડર્સ, સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓની મદદથી લંડન માટે વર્લ્ડ ક્લાસ કેબ સુવિધા પૂરી પાડવાની વિચારણા કરી રહ્યા છીએ.' ખાનગી સમાચારના   અહેવાલના જણાવ્યા મુજબ, ઓલા કંપની સપ્ટેમ્બર સુધી લંડનમાં તેની કેબ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે

(12:00 am IST)