Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ન્યુ દિલ્હી સાઉથના લોકસભાના વિજેતા ઉમેદવાર ભાજપના રમેશ બિધુરી વિરૃધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટીશનઃઉમેદવારી પત્રકમાં પોતાના ઉપરના ક્રિમીનલ કેસની વિગત છુપાવ્યાનો પરાજીત ઉમેદવાર AAPના રાઘવ ચઢાનો આક્ષેપ

ન્યુ દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ન્યુદિલ્હી સાઉથના ૧૭મી લોકસભાના ઉમેદવાર રાઘવ ચઢાએ તેમના પ્રતિસ્પર્ધી બીજેપીના વિજેતા ઉમેદવાર રમેશ બિધુરી વિરૃધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. તથા પોતાને વિજેતા જાહેર કરવા દાદ માંગી છે.

પિટીશનમાં જણાવાયા મુજબ ભાજપના રમેશ બિધુરીએ ઉમેદવારી પત્રકમાં પોતાના ઉપરના મુઝફરપુર બિહાર ખાતેના ક્રિમીનલ કેસની વિગત છુપાવી છે તેમજ ચૂંટણી સુધીમાં વર્તમાનપત્રોમાં આવવાની વિગત પણ જાહેર કરી નથી તેથી તેમની ઉમેદવારી રદ ગણી પોતાને ચૂંટાયેલા જાહેર કરવા જોઇએ તેવી માંગણી કરી છે. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)