Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભ્રષ્ટ્રાચારના આરોપથી આપ લાલધૂમ 'ભાજપને ફટકારી કાયદાકીય નોટિસ

ત્રણેય નેતાઓએ 48 કલાકમાં માફી નહિં માગે તો તેમની વિરૂદ્ધ ક્રિમીનલ કેસ દાખલ થઇ શકે

દિલ્હીનાં શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી, સાંસદ પ્રવેશ વર્મા અને ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાને કાયદાકીય નોટીસની બજવણી કરી છે

  . તેમનું કહેવું છે કે, આરોપો પૂર્વાયોજીત ષડયંત્ર છે. તેમજ ત્રણેય નેતા અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ત્રણેય નેતાઓએ 48 કલાકમાં માફી નહિં માગે તો તેમની વિરૂદ્ધ ક્રિમીનલ કેસ દાખલ થઇ શકે છે.દિલ્હી ભાજપ દ્વારા લોકાયુક્તમાં જઇને ફરિયાદ કરશે. અહિં મોટો સવાલ એ છે કે પોસ્ટર વોર બાદ દિલ્હી બીજેપી અને કેજરીવાલ સરકાર આગળ કેવા પગલા ભરે છે?

    દિલ્હી ભાજપનાં અધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે, કેજરીવાલ અને મનીષ સિસોદીયાની જોડીએ શિક્ષણનાં નામે ભ્રષ્ટાચાર કરી રહિ છે. દિલ્હી સરકારે સ્કૂલોમાં નર્સરી માટે 366 વર્ગખંડોનું નિર્માણ કરાવ્યું છે. જેમાં એક રૂમનો અંદાજીત ખર્ચ 28 લાખ 70 હજાર રૂપિયા લગાવવામાં આવ્યો છે.

(12:00 am IST)