Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મુંબઈ ક્લારાસ કોલેજના ઉપક્રમે વન મહોત્સવ ઉજવાયો : વૃક્ષારોપણ તથા પર્યાવરણ રેલીનું આયોજન કર્યું

મુંબઈ, ક્લારાસ કૉલેજ ઑફ કૉમર્સ અને ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલ તથા યારી રોડ પર આવેલી સ્કૂલના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ ભારત સરકારના 'વન મહોત્સવ' અભિયાનને સફળ બનાવવા ઉદ્દેશથી એક વિશાળ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગરૂકતા રેલીનું આયોજન ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલ દ્વારા બુધવાર, 3 જુલાઈ 2019ના સવારે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, યારી રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગરૂકતા રેલી દરમ્યાન સ્કૂલથી એક કિલોમીટર સુધી હજારો લોકો સાથે મળી વિભિન્ન પોસ્ટર અને બેનર સાથે પર્યાવરણ જાગરૂકતા રેલી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ સ્કૂલના ગ્રાઉન્ડ માં તથા સ્કૂલની આસપાસ વૃક્ષારોપણ કરવાની સાથે રોપાનું વિતરણ કરવામાં આવ્યું. આ અવસરે સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલની સાથે ફિલ્મ સ્ટાર જિમી શેરગિલ, ભાગ્યશ્રી,પદ્મિની કોલ્હાપુરે,કુનિકા સદાનંદ લાલ અને મુંબઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજય દેશમુખ અને ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર નિલ પાટિલ, ડૉ. સબા કરીમ, શબનમ કપૂર, બીજેપી મહારાષ્ટ્ર રાજ્ય સચિવ સંજય પાંડે, પ્રશાંત કાશીદ, દેવેન્દ્ર (બાલ) અંબરેકર, અનુરાગ પાંડે, મ્યુનિસિપલ કાઉન્સિલર, શ્રીમતી પ્રતિમા ચોપડે, રોશન રાઠોડ, કે વાર્ડ ગાર્ડન અધિકારી, શ્રી કાછવા અને સમાજેવક અને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ સામેલ થયા હતા અને કાર્યને સફળ બનાવ્યું.ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અજય કૌલે ભારત સરકારના વન મહોત્સવ અભિયાનના વખાણ કરવાની થે બધાનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંતમાં ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઇસ્કૂલના એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદે સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો.

તેવું એસ.બી.શર્માની યાદી જણાવે છે.

(7:34 pm IST)