Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વનું સૌથી મોટુ ૪થા નંબરનું અર્થતંત્ર બની જશેઃ અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો બે એરીયા કાઉન્સીલ પેસિફીક સમિટમાં ભારતના એમ્બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાનું ઉદબોધન

સાન ફ્રાન્સિસ્કોઃ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા બે એરીયા તથા ભારત વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હેલ્થ કેર, બાયો ટેકનોલોજી, કિલન એનર્જી, સ્માર્ટ સિટીસ, તેમજ ફાઇનાન્શીઅલ ટેકનોલોજીના આદાન પ્રદાન માટે વિપુલ તકો સાથેનું જોડાણ છે. તેવું તાજેતરમાં ૨૧ જુન ૨૦૧૯ના રોજ સાન ફ્રાન્સિસ્કો મુકામે બે એરીયા કાઉન્સીલ પ્રેસિફીક સમીટમાં ભારતના એમ્બેસેડર શ્રી હર્ષ વર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું. તેમણે આ બંને વચ્ચેના આર્થિક જોડાણના રિપોર્ટ લોંચીંગ પ્રસંગે ઉપરોકત મંતવ્ય વ્યકત કર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે આ જોડાણથી ભારત વિશ્વમાં સૌથી મોટા ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બની જશે. તથા આગામી પાંચ વર્ષમાં તેનો આર્થિક વિકાસ પાંચ ટ્રિલીઅન ડોલરને આંબી જશે તથા આગામી ૧૩ વર્ષમાં ૧૦ ટ્રિલીયન ડોલર ઉપરાંત થઇ જશે.

આ તકે કેલિફોર્નિયા ગવર્નર ગ્રેવિન ન્યુસમ, લેફટનન્ટ ગવર્નર, ચિફ ઓફ પ્રોટોકોલ, તેમજ વેસ્ટ કોસ્ટ રીજીયન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

(7:34 pm IST)