Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડોનાલ્ડ ટ્રમ્પ આકરા પાણીએ : અમેરિકાના 10 શહેરોમાં વસતા નિરાશ્રિતોને દેશનિકાલ કરવાનું અભિયાન આવતીકાલ 5 જુલાઈથી શરૂ થશે : 2 હજાર જેટલા પરિવારો ઉપર રેડ પાડવા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ સજ્જ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે કડક નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.દેશમાં ગેરકાયદે ઘુસતા નિરાશ્રીતોનો પ્રશ્ન હલ કરવા માટે ડેમોક્રેટ તથા  રિપબ્લિકન પાર્ટી વચ્ચે સહકાર સાધવા તેમણે આપેલો 2 સપ્તાહનો સમય આજ 4 જુલાઈના રોજ પૂરો થાય છે.પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા તેમણે  10 શહેરોમાં વસતા 2 હજાર જેટલા પરિવારો ઉપર રેડ પાડવા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને આદેશ આપી દીધો છે.જોકે શિકાગો તથા લોસ એંજલ્સ શહેરના મેયરોએ આ રેડમાં સાથ નહીં આપવાનું નક્કી કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)