Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે આ હરિમંદિર બની રહેલ છે તેનો અમને ગર્વ છે. : વડતાલ પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ

અમેરિકાના પેન્સીલવેનિયા સ્ટેટના ટેલફોર્ડ સીટી ખાતે આચાર્ય મહારાજના હસ્તે નૂતન સ્વામિનારાયણ હરિ મંદિરનું ખાતમૂહુર્ત સંપન્ન

અમેરિકા તા. ૩ ભગવાન શ્રી  સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી રાધારમણદેવની અસિમ કૃપાથી  અમેરિકાના પેન્સીલવેનિયા સ્ટેટના ટેલફોર્ડ સીટી ખાતે વડતાલ તાબાનું નવનિર્માણ થઇ રહેલ હરિ મંદિરનો શિલાન્યાસ વિધિ ઉત્સવ પ.પૂ..ધુ.૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પ.પૂ.૧૦૮ લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજના વરદ હસ્તે તા.૩૦ જુન ૨૦૧૯ રવિવારના રોજ ગુરુ સ્વામી હરિપ્રસાદદાસજીની પ્રેરણાથી અને સમસ્ત સત્સંગ સમાજના સહકારથી  સંપન્ન થયેલ છે.

 આ નૂતન મંદિર નવ નિર્માણ પ્રસંગે ખાતમૂહુર્તમાં પાયામાં જુનાગઢ શ્રી રાધારમણદેવ મંદિરનો પ્રસાદીનો પત્થર આચાર્ય મહારાજના હસ્તે પધરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વડતાલથી સત્સંગ સભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, નિર્લેપસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો તથા વિશાળ સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

 પૂજ્ય આચાર્ય મહરાજે વિશાળ સભાને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપ સર્વે વિદેશમાં રહીને પણ સત્સંગ જાળવી રહ્યા છો તે પ્રત્યક્ષ જોઇને અત્યંત આનંદ થાય છે. અા હરિમંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે બની રહેલ છે તેનો અમને ગર્વ છે. આ મંદિર દ્વારા અસંખ્ય જીવાત્માઓના કલ્યાણ થશે. મંદિર તૈયાર થયા બાદ સૌ કોઇ મંદિરે દર્શને આવવા નિયમ રાખજો.

      આ મોક્ષ મુૂલક સ્વામિનારાયણ સંપ્રદાય જે આપણને સહેજે પ્રાપ્ત થયેલ છે જેનું આપણને ગૌરવ હોવું જોઇએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં પોતાના હસ્તે પોતાનું સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવો પધરાવ્યા છે તેમાં આપણી નિષ્ઠા, શ્રદ્ધા અને આસ્થા હોવી જોઇએ.

(12:00 am IST)