Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો : બ્રિટનની અદાલતે માલ્યાની સંપત્તિ મામલે કર્યો આદેશ : 13 ભારતીય બેંકોની તરફેણમાં ચુકાદો : માલ્યાની બ્રિટનની સંપત્તિ જપ્ત કરવા આપ્યો આદેશ

ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર વિજય માલ્યાને બ્રિટનમાં મોટો ઝટકો લાગ્યો છે બ્રિટનની કોર્ટે ભારતની 13 બેંકોના કન્સોર્શિયમની તરફેણમાં નિર્ણય કર્યો છે બેંકોના  કન્સોર્શિયમે લંડન કોર્ટમાં સંપતિ જપ્ત કરવા માટે અરજી આપી હતી. કોર્ટે સુનાવણીમાં પૈસા વસૂલવાનો આદેશ આપ્યા છે. આ નિર્ણય હેઠળ યૂકે હાઈકોર્ટના એન્ફોર્સમેન્ટ અધિકારીને વિજય માલ્યાની લંડન પાસેની સંપત્તિમાં દાખલ થવાની પરવાનગી મળશે.
 કોર્ટના આદેશ અનુસાર, અધિકારી અને તેમના સાથીઓ તેવિનમાં લેડીવોક અને બ્રેન્બલ લોજમાં દાખલ થવાની પરવાનગી આપે છે. વિજય માલ્યા વર્તમાનમાં અહી જ રહે છે. બેંક આ આદેશને લગભગ 1.145 બિલિયન પાઉન્ડની ભારેભરકમ રકમ વસૂલવા માટે ઉપાયના વિકલ્પના રૂપમાં ઉપયોગ કરી શકે છે.
માલ્યાની સંપત્તિમાં પ્રવેશ કરી શકશે અધિકારી

(8:48 pm IST)