Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

થિયેટરમાં મળતા પોપકોર્ન બજાર કિંમત કરતાં કેમ હોય છે મોંઘાદાટ

મુંબઈ :ખુલ્લા બજારમાં પોપકોર્ન 30થી 50 રૂપિયામાં મળે છે, ત્યારે આ જ પોપકોર્નની મલ્ટિપ્લેક્સમાં કિંમત વધીને 130થી 200 રૂપિયા જેટલી થઈ જતી હોય છે. થિયેટર માલિકોની આવકનો મહત્ત્વનો સ્રોત ફૂડકોર્ટમાંથી નીકળે છે કારણ કે ફિલ્મની ટિકિટમાંથી થિયેટર માલિકો કરતાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સની વધારે કમાણી કરે છે. મલ્ટિપ્લેક્સમાં ખાદ્ય વસ્તુઓના ભાવ થિયટર માલિકો નક્કી કરે છે.

(8:06 pm IST)