Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સીમા સુરક્ષા દળમાં નોકરી કરવા માટે ધો.૧૦ પાસના વિદ્યાર્થીઓ માટે તકઃ ૨૦૭ ઉમેદવારોની ભરતી કરાશેઃ ૨૩મી સુધીમાં અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ 10 પાસ યુવાનો માટે સીમા સુરક્ષા દળ (BSF)207 પદો પર ભરતી બહાર પાડી છે. BSFના આ તમામ પદ કૉન્સ્ટેબલના છે અને આના માટે જાહેરાત બહાર પાડી અરજીઓ મંગાવાઈ છે. ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે 23 જુલાઈ 2018 સુધી અરજી કરી શકે છે.

પદનું નામ : આ પદોમાં વ્હીકલ મિકેનિક, ઑટો ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, કારપેન્ટર, સ્ટોર કીપર, પેઈન્ટર. ફિટર વગેરે જગ્યા માટેની ભરતી શામેલ છે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 પાસ અને સંબંધિત વિષયમાં ITI પાસ હોવું જરૂરી છે.

પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના દેખાવને આધારે થશે. આ પદની અરજી કરવા માટે ઉમેદવારોએ પોતાના તમામ કાગળ એપ્લિકેશન ફોર્મ સાથે મોકલવાના રહેશે.

(6:10 pm IST)