Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કર્ણાટકના મુખ્‍યમંત્રી એચ.ડી. કુમારસ્‍વામીએ ચૂંટણી વાયદો પૂરો કર્યોઃ ખેડૂતોનું ૩૪,૦૦૦ કરોડનું દેવુ માફ કર્યુ

બેંગ્લુરૂઃ ગત વર્ષે સિદ્ધરમૈયાની સરકારે પ૦,૦૦૦ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવુ માફ કર્યા બાદ કર્ણાટકમાં તાજેતરમાં જ મુખ્‍યમંત્રીપદે સત્તારૂઢ થનાર એચ.ડી. કુમારસ્‍વામીએ ૩૪,૦૦૦ કરોડનું દેવુ માફ કરીને ખેડૂતોને રાહત આપી છે.

કુમારસ્વામી, રાજ્યમાં નાણાં મંત્રાલય સંભાળે છે. વિધાનસભામાં બજેટ ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે પહેલા ચરણમાં ગત 31 ડિસેમ્બર સુધીના દેવાને માફ કરવાનો નિર્ણય લીધો છે.

કુમારસ્વામીએ ક્હ્યું, 'ખેડૂતોના ખાતામાં દેવાની રકમ કે 25000 રૂપિયા જે પણ ઓછું હશે તેને ક્રેડિટ કરવાનો નિર્ણય લેવામાં આવશે.' તેમણે કહ્યું કે દેવા માફીની મર્યાદા 2 લાખ રૂપિયા સુધી સીમિત કેમ છેકુમારસ્વામીએ કહ્યું કે, 'મોટા ખેડૂતો પાસે 40 લાખ રૂપિયાનું દેવું છે. ઉચ્ચ મૂલ્ય પાક દેવાને પુરૂં કરવાનો અધિકાર નથી. એટલે મેં દેવાની રકમને 2 લાખ રૂપિયા સુધી સીમિત કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોને આમાં 4,000,000 કરોડ રૂપિયાનો લાભ થશે.'

સરકારી અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના અધિકારી જેની પાસે જમીન છે તેઓ આ દેવા માફીની મર્યાદામાંથી બહાર છે. ગત મેમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવ્યાં પછી દેવા માફી તેમના અને કોંગ્રેસની વચ્ચે વિવાદની જડ બની ગઇ હતી. આ વાતથી ડરતા દેવા માફીનો તમામ શ્રેય નાની પાર્ટીને જશે. પૂર્વ સીએમ સિદ્ધરમૈયાએ આનો વિરોધ કર્યો હતો.

ઘણીવાર વાતચીત થયા પછી કોંગ્રેસ પાર્ટી દેવા માફી પર એકમત થઇ હતી. વિપક્ષી દળ બીજેપીએ પણ દેવા માફીનો વાયદો કર્યો હતો અને માંગ કરી હતી કે કુમારસ્વામી તરત ખેડૂતોનાં દેવાને માફ કરે.

રાજ્યની આર્થિક પરિસ્થિતિ હકીકતમાં સારી નથી. એટલે કુમારસ્વામીને ધનની વ્યવસ્થા કરવાની હતી. જેડીએસ અને કોંગ્રેસનું માનવું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં દેવા માફી તેમની મદદ કરશે. ગત વર્ષે સિદ્ધરમૈયાની સરકારે 50,000 રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું.

(6:00 pm IST)