Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મધ્યપ્રદેશમાં ભાજપના નેતાની ગુંડાગીરી : ફરજ પરના મહિલા ઓફીસરની વર્દી ફાડી

દબંગગીરી કરનાર નેતાની આખરે ધરપકડ

ભોપાલ તા ૫ : મધ્ય પ્રદેશમાં સામાન્ય મહીલાઓ સાથ ેહિંસાતો બહુ સામાન્ય વાત છે પણ હવે રાજયમાં મહીલા પોલીસ અધિકારી પણ સુરક્ષિત નથી. મધ્ય પ્રદેશના ટીકમગઢ જીલ્લાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં ભાજપના એક સ્થાનીક નેતાએ વાહનોનું ચેકીંગ કરી રહેલ એક મહિલા પોલીસ અધિકારી સાથે અભદ્ર વહેવાર કરીને તેની વર્દી ફાડી નાખી હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ ભાજપા નેતાની ધરપકડ કરી છે. જયારે તેનો એક સાથીદાર ફરાર થઇ ગયો છે. પોલીસના કહેવા પ્રમાણે આ બનાવ બીથોૈરા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેકટર સોમવારે સાંજે વાહનો ની ચેકીંગ કરતા હતા ત્યારે બન્યો હતો.જીલ્લાના અધિક પોલીસ અધિક્ષક સુરેન્દ્ર જૈને ઘટનાનું સાચી ગણાવતા કહયુ કે મહીલા અધિકારી વાહનોનું ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન મોટર સાઇકલ પર ત્યાંથી પસાર થઇ રહેલ સ્થાનીક ભાજપા નેતાએ એક માસુમ બાળકીને ટક્કર મારીને ભાગવા લાગ્યો હતો, પણ મહીલા પોલીસ અધિકારીએ તેને રોકીને સમજાવવાનોે પ્રયત્ન કર્યો તો તે વ્યકિત અભદ્રતા કરવા લાગ્યો અને તેણે મહીલા અધિકારીને લાતો અને ઠોંસા મારીને તેની વર્દી ફાડી નાખી હતી. જૈનના કહેવા પ્રમાણે આરોપી ભાજપા નેતા નું નામ મુબેન્દ્રસીંહ છે જેની ધરપકડ કરી લેવાઇ છેે. જયારે તેનો સાથીદાર પંકજ હજુ ફરાર છે. (૩.૭)

 

(4:34 pm IST)