Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભારતમાં લગભગ અડધોઅડધ લોકો મોબાઇલ-ફ્રી સમય ગાળવા માગે છે

નવી દિલ્હી તા.૫: ટેકનોલોજી આજકાલ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે એમ છતાં એને કારણે જે મોટી માત્રામાં સ્ટ્રેસ પેદા થાય છે એટલે  લોકો થોડાક સમય માટે ટેકનોલોજીથી મુકત થવા ઇચ્છે છે એવું અમેરિકન એકસપ્રેસ અને મોનિંર્ગ કન્સલ્ટ નામની રિચર્સ-કંપનીના સર્વેમાં બહાર આવ્યું છે. સર્વેમાં લગભગ ત્રીજા ભાગના લોકોનું કહેવું હતું કે છેલ્લા બે વર્ષમાં તેઓ કામમાં વધુ સમય ગાળે છે. ૩૮ ટકા લોકોનું માનવું છે કે ટેકનોલોજીના વ્યાપને કારણે આવું થયું છે. તમે જયાં જાઓ ત્યાંથી ઓફિસનું કામ અને ઇ-મેઇલ એકસેસ કરી શકો છો એ બહુ જ મોટો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બન્ને છે. અભ્યાસકર્તાઓએ ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોન્ગકોન્ગ, જાપાન, મેકિસકો, બ્રિટન અને અમેરિકામાં ટેકનોલોજી-યુઝર્સનો સર્વે કર્યો હતો.ભારતમાં માર્ચ મહિનામાં ૨૦૦૦ લોકોનો સર્વે થયો હતો, જેમાંથી લગભગ ૪૯ ટકા લોકોનું કહેવું હતું કે તેઓ થોડોક સમય મોબાઇલ- ફ્રી સમય ગાળવા માગે છે.

(4:33 pm IST)