Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

૧પ મિનિટમાં આ પરાઠું ખાઇ લેશો તો લખપતિ બની જશો

હરિયાણાના સોનીપત જીલ્લાના મુરથલ ગામ પાસેનું રોયલ ઢાબું આખા દેશમાં મશહૂર થઇ ગયું છે. આ ઢાબું સ્વાદિષ્ટ ભોજન માટે તો ફેમસ છે જ, સાથે દેશી ઘીમાં બનેલા અહીંના પરાઠા બહુ ફેમસ છે. રોયલ ઢાબામાં મળતા કિંગ ઓફ પરાઠા ખાવા માટે લોકો દૂરદૂરથી આવે છે. એને કિંગ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એ કોઇ એક વ્યકિત એકલી પૂ રું કરી શકે એમ નથી. આ પરોઠું લગભગ ૧૨ થી ૧પ પરાઠાની સાઇઝનું હોય છે. રોયલ ઢાબાએ આ પરાઠા માટે લોકોને ચેલેન્જ પણ આપી છે. જે કોઇ આ એક પરાઠું ૧પ મિનિટમાં ઝાપટી જશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ તો આ જોયન્ટ પરાઠું રોયલ ઢાબામાં છેલ્લાં બે વર્ષથી બની રહ્યું છે, પણ હજી સુધી કોઇ એક વ્યકિત એ પૂ રું ખાઇ શકી નથી. આ પરાઠાનો વ્યાસ બે ફુટ જેટલો છે અને એના પર ભરપૂર દેશી ઘી અને સફેદ માખણ લગાવવામાં આવે છે. (૨૩.૧૩)

(4:20 pm IST)