Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની પુત્રી પર દુષકર્મની ધમકી આપનાર ગિરીશ મહેશ્વરીને અમદાવાદથી મુંબઈ પોલીસે ઝડપી લીધો

નવી દિલ્હી :કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ સાઇટ પર દીકરી પર રેપની ધમકી મળી હતી. આ ધમકી આપનાર ગિરીશ મહેશ્વરી નામના વ્યક્તિની અમદાવાદમાંથી મુંબઇ પોલીસે ધરપકડ કરી છે.

   કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી દીકરી પર રેપની ધમકી મળ્યાં પછી મુંબઇના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસે આ મામલામાં ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

(4:52 pm IST)