Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમેરિકામાં યોજાતા વિશ્વ પ્રખ્યાત મહોત્સવ 'ચલો ગુજરાત' ફેઈમ AIANA સંસ્થા આ વર્ષે ફલક વિસ્તારતા, લઈને આવી રહ્યું છે ધમાકેદાર કાર્યક્રમ 'ચલો ઇન્ડિયા' : ૩૧ Aug. અને ૧ - ૨ Sepનાં રોજ ન્યુજર્સી ખાતે શરુ થશે મહોત્સવ : તા. ૮નાં રોજ યોજાનાર 'કર્ટન રેઈઝર' કાર્યક્રમમાં આયોજકો શ્રી સુનીલ નાયક અને ટીમ આપશે 'ચલો ઇન્ડિયા' મહોત્સવની માહિતી

દિપ્તીબેન જાની દ્વારા - ન્યુજર્સી : અમેરિકા સ્થીત AIANA સંસ્થા દ્વારા ૨૦૦૬થી ગુજરાતી સંસ્કૃતીને વિદેશની ધરતી પર ઉજાગર કરવાનો સીલસીલો અવિરત ચાલુ રહ્યો છે. હવે આ ૨૦૧૮માં, આ સીલસીલાને આગળ લઈ જતાં, AIANA સંસ્થાએ પોતાનું ફલક વિસ્તારતા, 'ચલો ઇન્ડીયા' મહોત્સવની ઘોષણા કરી છે. જેમાં ફક્ત ગુજરાતજ નહી પણ સમગ્ર ભારતીય સંસ્કૃતીને અમેરિકાની ધરતી પર ઉજાગર કરવાની કોશીશ કરવામાં આવશે તેમ AIANA સંસ્થાનાં પ્રમુખ શ્રી સુનીલ નાયકે જણાવ્યું હતું.

'ચલો ઇન્ડીયા' મહોત્સવની વિગતવાર માહિતી લોકો સમક્ષ મુકવા માટે, તા. ૮ જુલાઈનાં રોજ ન્યુજર્સીના ઇસ્ટ-બ્રન્સવિકનાં જો એન્ન મેજીસ્ત્રો આર્ટ સેન્ટર ખાતે એક 'કર્ટન રેઈઝર' કાર્યક્રમનું આયોજન શ્રી સુનીલ નાયક ત્થા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને પત્રકારોને મહોત્સવની વિગતવાર માહિતી આયોજકો દ્વારા આપવામાં આવશે.

AIANA દ્વારા 'ચલો ઇન્ડીયા' મહોત્સવનાં 'કર્ટન રેઈઝર' કાર્યક્રમની ઘોષણાની સાથેજ, દેશ - વિદેશમાં ફેલાયેલા ભારતીયોમાં હવે આ મહોત્સવને માણવાની ખુબજ ઉત્સુકતા જાગી છે અને આ સાથેજ 'ચલો ઇન્ડીયા' મહોત્સવનાં વિઝનરી અને AIANA સંસ્થાનાં પ્રમુખ શ્રી સુનીલ નાયક અને ટીમ પર ઠેર - ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:10 pm IST)