Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

શેરબજારમાં પ્રવાહી સ્થિતીની વચ્ચે સેંસેક્સમાં ફરીથી ઘટાડો

દિવસ દરમિયાન અફડાતફડી રહેવાની શક્યતા : શેરબજારની પ્રવાહી સ્થિતીમાં મુડીરોકાણને લઇ ખચકાટ

મુંબઇ,તા. ૪ : શેરબજારમાં આજે ફરી એકવાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબાર શરૂ થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૨૪ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૫ની નીચી સપાટી પર હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતી હજુ જારી રહે તેવી શક્યતા દેખાઇ રહી છે.  સરકારે તમામ ચીજો માટે એમએસપીમાં વધારો કરતા તેની અસર પણ જોવા મળી હતી. ખેડૂતોને ૫૦ ટકા વધુ રેટ ઉત્પાદન કરતા વધુ આપવાની દિશામાં સરકારે વચન પાળ્યું છે. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે.માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે.  બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી  કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે.  ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૪૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૦ની સપાટીએ રહ્યો હતો. 

(12:40 pm IST)