Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પોતાની ઓફિશ્યલ કારનો ઓવરસ્પીડનો દંડ ભરી કેરળના રાજયપાલે દાખલો બેસાડયો

થીરૂવંનતપુરમઃ કેરળના રાજયપાલ પી. સથાસીવમે પોતાની ઓફીશ્યલ મર્સીડીઝ કારને મળેલ ઓવરસ્પીડનો રૂ.૪૦૦નો મેમો તેમણે પોતાના સ્ટાફને સુચના આપી ભરાવી રસીદ મેળવી અન્ય ઉચ્ચ હોદાપર બિરાજતા લોકો માટે  દાખલો બેસાડયો છે.

 લગભગ ૧૦ દિવસ પહેલા રાજયપાલના ડ્રાઇવરે રાજભવન બાહર કોવહીઆર રોડ ઉપર ૫૫ ને બદલે ૮૦ કિ.મી.ની ઝડપે કાર હંકારતા વાહન વ્યવહાર ખાતા દ્વારા મેમો રાજભવન ખાતે મોકલ્યો હતો. જો કે બનાવ વખતે રાજયપાલ સથાસીવમ તેમની આ અધિકારીક કારમાં ન હતા. મેમો મળતા જ રાજયપાલે તેમના સેક્રેટરીને સુચના આપી દંડ ભરાવી આપી દાખલો બેસાડયો હતો.

(12:40 pm IST)