Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કાશ્મીરમાં પથ્થરબાજોને યુવાવર્ગનો જડબાતોડ જવાબ

આતંક અને પથ્થરબાજીનો સામનો કરી રહેલા કાશ્મીરમાં શ્રીનગર સ્થિત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો પ્રથમ દિક્ષાંત સમારોહ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કંઈક આ રીતે જશ્ન મનાવ્યો હતો. આ સમારોહમાં વિદ્યાર્થીઓને ડીગ્રી, મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ એટલે કે યુવાવર્ગે પથ્થરબાજોને એક સંદેશ પણ આપ્યો હતો કે યુવાવર્ગ ધારે તો કયાં પહોંચી શકે છે. અનેક વિદ્યાર્થીઓએ પોતાની નિપૂણતા પુરવાર કરી દાખલો બેસાડયો હતો. આ પ્રસંગે ગવર્નર એન.એન. વોરાએ પ્રાસંગિક સંબોધન કરી યુવાનોને રીસર્ચ તરફ આગળ વધવા હાકલ કરી હતી. રાજ્યની સમસ્યાઓના નિરાકરણ માટે રીસર્ચની જરૂર હોવાનો તેમને ભાર મુકયો હતો. આ સમારોહ બાદ યુવાવર્ગે કેમ્પસમાં જશ્ન મનાવ્યો હતો તે તસ્વીરમાં દેખાય છે. યુવાનોએ કયા માર્ગે જવુ જોઈએ તે દ્રષ્ટાંત આ ડીગ્રીધારીઓએ પથ્થરબાજોને આપ્યુ હતું.

(11:32 am IST)