Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પતિએ પૈસા લઇ પત્નીને બીજા સાથે સૂવા માટે કહ્યું, ના પાડી તો માથે અસ્ત્રો ફેરવી દીધો

પતિ અને દિયર વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ

લખનૌ તા. ૫ : એક વ્યકિત પૈસા લઈ પત્નીને અન્ય પુરુષ સાથે સેકસ માટે મોકલવા માગતો હતો પણ પત્નીએ તેની આ વાતનો વિરોધ કરતા તેણે કથિતપણે પત્નીના માથે અસ્ત્રો ફેરવી દીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શાહજહાનપુર ગામના નિગોહી બ્લોકની છે. આરોપીને મંગળવારે અરેસ્ટ કરી લેવાયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અશોક કુમાર (૩૨) ગેરકાયદેસના દારૂ બનાવવાના ધંધા સાથે સંકળાયેલો છે અને અગાઉ પણ અરેસ્ટ થઈ ચૂકયો છે. સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે ખુશ્બુ દેવી (૨૮)એ પોલીસ સ્ટેશન આવી તેના પતિ અને દિયર વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ કહ્યું કે, તેમણે તેના જમવામાં નશીલી દવા ભેળવી દીધી અને જયારે તે બેભાન થઈ ગઈ તો તેની માથાના વાળા ઉતારી લીધા. મહિલાની FIRના આધારે અશોક કુમાર અને તેના ભાઈ મનોજ પર IPCની કલમ ૩૨૩, ૩૨૮ અને ૫૦૯ અંતર્ગત કેસ નોંધી અરેસ્ટ કરવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર, ખુશ્બુ ૯ વર્ષ પહેલા અશોક સાથે પરણી હતી. તેમને બે બાળકો છે. ફરિયાદી મહિલા અનુસાર, 'રવિવારે હું મારી બહેનના ઘરેથી પાછી આવી ત્યારે મારા પતિએ મને મારું શરીર વેચી રૂપિયા કમાવાનું કહ્યું. હું તેમની વાત ફગાવી બીજા રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારમાં જયારે હું ઊઠી ત્યારે મારા બાળકોએ મને કહ્યું કે, રાત્રે જમ્યા પછી હું વેભાન થઈ ગઈ હતી અને પતિ તથા દિયરે મળી મારા વાળ કાપી લીધા હતા.' (૨૧.૭)

(10:19 am IST)