Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

૭ રાજ્યોની ૨૫૨ બેઠકો ઉપર વિપક્ષી ગઠબંધન?

વિપક્ષોએ એકસંપ બની મોદીને ટક્કર આપવા રણનીતિ ઘડીઃ બેઠકોની વ્હેચણી અંગેની ફોર્મ્યુલા ઘડવા તૈયારી : ૨૦૧૪માં આ રાજ્યોમાં વિપક્ષે મેળવી'તી ૧૫૦ બેઠકોઃ યુપી - બિહાર - મહારાષ્ટ્ર - કર્ણાટક - ઝારખંડ - તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે ગઠબંધનની તૈયારી

નવી દિલ્હી તા. ૫ : આગામી લોકસભા ચૂંટણી માટે વિરોધી પાર્ટીઓ ભાજપની સામે એક થઈને ગઠબંધન પર કામ શરૂ કરી દીધું છે. આ પાર્ટીઓનું લક્ષ્ય દરેક રાજય પ્રમાણે ગઠબંધ કરીને પોતાની રાજકીય શકિતને વધારવા અને આ રાજયોમાં ભાજપની બેઠકોને ઘટાડવાનું કામ કરવાનું છે. આ મામલે નાતઓએ અત્યાર સુધીમાં ૭ રાજયોમાં આ પ્રકારના ગઠબંધન પર કામ કરાઈ રહ્યું હોવાની સંભાવના બની છે, જયાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ ૨૦૧૪ પછી ઝડપથી સફળતા મેળવી છે.

જે જિલ્લાઓમાં વિરોધી પાર્ટીઓ ભાજપની સામે ચૂંટણી-પૂર્વે ગઠબંધનની તૈયારી કરી છે, તેમાં- ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ઝારખંડ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ૭ રાજયોમાં મળીને કુલ ૨૫૨ લોકસભા બેઠકો છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમાંથી લગભગ ૧૫૦ બેઠકો પર જીત મળેવી હતી, જયારે એક ડઝન જેટલી બેઠકો પર ભાજપના સાથી પક્ષોએ જીત મેળવી હતી.

આ સાત રાજયોમાં ભાજપ સિવાય અન્ય પાર્ટીઓ વચ્ચેના અંતરને પણ ૨૦૧૪માં ભગવા પાર્ટીઓને જીત અપાવી હતી. તામિલનાડુમાં ભાજપને માત્ર ૧ બેઠક પર જીત મળી હતી, પણ રાજયની ૩૯ બેઠકોમાંથી ૩૭ બેઠકો પર જીત મેળવનારી એઆઈડીએમકે સંસદ અને બહાર ભાજપને અનૌપચારિક રીતે સહયોગી દળ તરીકે કામ કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધી પાર્ટીઓ આ રાજયોમાં બેઠક-વહેંચણીના ફોર્મ્યુલા સાથે ગંઠબંધનની જાહેરાત લોકસભા ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા આવ્યા પછી જ કરશે. જોકે, અત્યારથી આ રાજયોમાં પોતાની વોટબેંકને ગઠબંધન પાર્ટીને ટ્રાન્સફર કરવાની રણનીતિમાં જોડાઈ ગયા છે. આ રણનીતિ ૨૦૦૪ જેવી હશે, જયારે વિરોધી પાર્ટીઓએ વાજપેઈ સરકારને સત્તાથી બહાર કરવા માટે ઘણાં રાજયોમાં ચૂંટણી-પૂર્વે ગઠબંધન કર્યું હતું. એક મુખ્ય વિરોધી પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું- 'એનો મતલબ એ છે કે ફરી વધારેમાં વધારે રાજયોમાં ચૂંટણી-પૂર્વે ગઠબંધન પર છે. બાકીના રાજયોમાં ચૂંટણી પછી બીન-ભાજપી પક્ષોના ગઠબંધનની સંભાવનાઓ ચકાસવામાં આવશે.'

ભાજપને હરાવવા માટે તમામ પક્ષો એક સાથે મળીને ચૂંટણીમાં ઉતરીને બેઠકોની વહેંચણી મામલે મોટું દિલ દર્શાવ્યું છે. જેના હેઠળ યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધનની આગેવાની કરશે જયારે કોંગ્રેસ કેટલાક અન્ય દળો સાથે ઓછી બેઠકો સાથે સમજૂતી કરવી પડી શકે છે. યુપીની ૮૦ બેઠકોમાંથી ભાજપને ૨૦૧૪માં ૭૧ બેઠકો મળી હતી. આ પછી બિહારમાં ભાજપની સહયોગી પાર્ટીઓની પાસે ૪૦માંથી ૩૯ બેઠકો આવી હતી, આરજેડી, કોંગ્રેસ, શરદ યાદવના જૂથ અને જીતનરામ માંઝી એક સાથે આવી શકે છે. આ ગઠબંધનની આગેવાની આરજેડી કરશે.

બિહારના પાડોશી રાજય ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને બાબુ લાલ મરાંડી વચ્ચે ગઠબંધનની કોશિશ થઈ રહી છે. ભાજપ પાસે ઝારખંડમાં ૧૪માંથી ૧૨ બેઠકો જીતવામાં સફળતા મળી હતી. કર્ણાટકમાં જેડીએમ, કોંગ્રેસ અને બીએસપીનું ગઠબંધન પહેલાથી તૈયાર છે. જયારે તામિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ કેટલાક અન્ય પક્ષો સાથે મળીને ફરી એક વખત સાથે આવી શકે છે.(૨૧.૬)

(10:16 am IST)