Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દેશમાં ચોખા ઉત્પાદનમાં વધુ વધારો થવાના સ્પષ્ટ એંધાણો

૧૦ વર્ષમાં પ્રથમ વખત ખરીફ પાકમાં જંગી વધારો : વધારાથી કેન્દ્રના ખજાના પર ૩૩૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે : એમએસપીનું મૂલ્ય જીડીપીના ૦.૨ ટકા

નવીદિલ્હી,તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખરીફ પાક માટે એમએસપીમાં વધારાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં કૃષિ નિષ્ણાતોએ અભિપ્રાય આપતા કહ્યું છે કે, ડાંગરના એમએસપીમાં તીવ્ર વધારો થવાથી ભારતના ચોખા ઉત્પાદનમાં ઉલ્લેખનીય વધારો થશે. જે ૨૦૧૭-૧૮ના પાક વર્ષમાં રેકોર્ડ ૧૧૧ મિલિયન ટન સુધી પહોંચી ગયો હતો. ઉત્પાદન સ્થાનિક માંગ કરતા પણ ખુબ વધારે રહ્યું છે. ડાંગરની સિંચાઈ ખુબ જ મહત્વપૂર્ણ રહે છે. હાલમાં કૃષિ સમુદાયમાં નારાજગી દેખાઈ રહી હતી. વધુ ઉંચા ચોખાના ઉત્પાદનથી સરકારની પ્રાપ્તિમાં વધારો થશે. કિંમતમાં ઘટાડો થશે. લોકોને વધુ રાહત થશે. ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ ખરીફ પાકના આટલો જંગી વધારો કરવામાં આવ્યો છે. કૃષિ સમુદાયના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગયા સપ્તાહમાં જ મોદીએ એમએસપીમાં વધારો કરવા સંકેત આપી દીધા હતા. ૧૪ ખરીફ પાકના એમએસપી આજે જાહેર કરાયા હતા જેના પરિણામ સ્વરુપે કૃષિ સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચોક્કસપણે કૃષિ સમુદાયને ફાયદો થશે. જો કે, કેટલાક ખેડૂત સમુદાયના લોકો આ નિર્ણયનો સ્વીકાર કરીને હજુ વધુ વધારો કરવામાં આવે તેવી ઇચ્છા રાખી રહ્યા છે. આ વધારાથી સરકારના ખજાના ઉપર ૩૩૫૦૦ કરોડનો બોજ પડશે.

 

(12:00 am IST)