Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

એપનો દુરુપયોગ રોકવા માટે વોટ્સએપનું વચન

સરકારની લાલઆંખ બાદ જવાબ

નવીદિલ્હી, તા. ૪ : વોટ્સએપ મારફતે ફેલાઈ રહેલી અફવાઓના કારણે હાલમાં મોબલિચિંગની ઘટનાઓ બની રહી છે. આ સંદર્ભમાં મેસેજિંગ પ્લેટફોર્મે કહ્યું છે કે, આ ઘટનાઓ ખુબ જ ભયાનક છે અને જધન્ય પ ણ છે. વોટ્સએપે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ખાતરી આપી છે કે, એપના દુરુપયોગને રોકવા માટે તમામ પગલા લેવામાં આવશે. દુરુપયોગને રોકવા માટે રુપરેખા તૈયાર થઇ રહી છે.

દેશના અનેક ભાગોમાં મોબલિચિંગની ઘટનાઓ હાલમાં સપાટી ઉપર આવી છે. કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ વોટ્સએપને નિર્દેશ આપ્યા હતા કે, તે બિનજવાબદાર અને વિસ્ફોટક મેસેજને પોતાના પ્લેટફોર્મ ઉપર ફેલાતા રોકવા માટે પગલા લે તે જરૂરી છે. કંપની આ મુદ્દે જવાબદારીથી બચી શકે તેમ નથી. વોટ્સએપે આજે આ સંદર્ભમાં કહ્યું હતું કે, તે પ્લેટફોર્મ ઉપર ફેલાવવામાં આવી રહેલી બોગસ સમાચારને લઇને ચિંતિત છે અને ખોટી સુચનાઓને લઇને સાવધાન પણ છે. આ મામલામાં સરકાર, સમાજ અને ટેકનોલોજી કંપનીઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે. ભારતમાં વોટ્સએપના ૨૦ કરોડથી વધારે યુઝર્સ છે.

(12:00 am IST)