Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

'કિસ કો યે ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હુઆ?' સબ ઇસ પે લડ રહે હૈ સરકાર કોન હો..! :કુમાર વિશ્વાસનો આપ પર વ્યંગ

 

નવી દિલ્હીઃ દેશના રાજધાનીમાં  મુખ્યપ્રધાન અને ઉપરાજ્યપાલની શક્તિઓને લઈને આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહેલા નેતા ડો. કુમાર વિશ્વાસે ટકાક્ષ કર્યો છે

 

 સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખુશી મનાવી રહેતા આપ કાર્યકર્તાઓ પર નિશાન સાધતા કુમાર વિશ્વાસે પ્રખ્યાત શાયર મેરાજ ફૈજાબાદીનો એક શેર લખ્યો. કુમાર વિશ્વાસે શાયરાના અંદાજમાં તે જણાવ્યું કે, દિલ્હીની કોઈને ચિંતા નથી બસ બધા તે વાત પર લડી રહ્યાં છે કે સરકાર કોન છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું. 'કિસ કો યે ફિક્ર હૈ કી કબીલે કા ક્યા હુઆ?' સબ ઇસ પે લડ રહે હૈ સરકાર કોન હો..! (મેરાજ ફૈજાબાદી)

 

(9:03 am IST)