Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પંજાબમાં સરકારી નોકરીની ભરતી માટે ડોપ ટેસ્ટ ફરજીયાત

ડ્રગ્સના વેપાર કરનારને ફાંસીની સજાના પ્રસ્તાવ બાદ રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય

ચંડીગઢઃ પંજાબ સરકાર રાજ્યમાંથી નશાનો ધંધો ખતમ કરવા માટે  મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આ પહેલા નશાનો વ્યાપાર કરતા પકડાવા પર ફાંસીની સજાની જોગવાઇ કરતા કેન્દ્રને ભલામણ મોકલી હતી. તેના એક દિવસ બાદ રાજ્ય સરકારે એક નવું નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં સરકારી નોકરીની ભરતી માટે ડોપ ટેસ્ટ ફરજીયાત કરવા જઈ રહી છે. 

  પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ સરકારના દરેક ચરણના માધ્યમથી ભરતી સમયે પોલીસ કર્મીઓ સહિત તમામ સરકારી કર્મચારીઓનો ડોપ ટેસ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. આ માટે તેમણે રાજ્યના મુખ્ય સચિવને આ વિશે દિશા-નિર્દેશ કરી તેને જારી કરવાની સૂચના આપી છે.

(12:00 am IST)