Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આવક કરતા વધારે સંપત્તિ કેસમાં IAS દંપતી સામે ભોપાલની સ્પે. કોર્ટમાં ઇડીએ કરી ફરિયાદ

IAS અરવિંદ જોશીના ઘરમાંથી 3.3 કરોડની ચલણી નોટ તેમના પત્ની ટીનુ જોશી પાસેથી 43 કરોડની સંપત્તિ અને અરવિંદ જોશી પાસેથી 110 એકર જમીન મળી આવી હતી

આવક કરતા વધારાની સંપત્તિ મામલે એમ્ફોર્સમેન્ટ ડિરેક્ટરે (ED)PMLA અંતર્ગત IAS દંપતી સામે ભોપાલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. વર્ષ 2010માં તેમના ભોપાલના ઘરથી 3.3 કરોડનો ચલણી નોટો મળી આવી હતી. આ ઉપરાંત બનાવટી દસ્તાવેજો અને રોકાણની માહિતી મળી આવી હતી.
  અરવિંદ જોષી અને તેમના પત્ની ટીનૂ જોષી બંને મધ્યપ્રદેશ કેડરના 1979 બેચના આઈએએસ અધિકારી છે. ઉલ્લેખનીય છે કે આવક કરતા વધારાની સંપત્તીના કેસમાં આ આઇએએસ દંપતીની 2015માં ધપકડ કરવામાં આવી હતી. ઇન્કમટેક્સ વિભાગને ટીનૂ જોશી પાસેથી 42 કરોડન સંપત્તિ અને અરવિંદ જોશી પાસેથી 110 એકર બેનામી જમીન મળી આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છેકે, 4 ફેબ્રુઆરી 2010માં મધ્ય પ્રદેશના ભોપાલમાં સ્થિત ડી-19, 74 બંગ્લોઝમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી હી. અરવિંદ અને ટીનૂ જોષીના ઘરમાંથી આવકવેરા વિભાગે રૂ. 3,03,20, 350ની ભારતીય ચલણી નોટો મળી આવી હતી. જોકે, આ અંગે જોષી દંપતીએ આ અંગે કોઇ સંતોષકારક સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ઘરમાંથી બનાવટી દસ્તાવેજો અને રોકાણની માહિતી મળી આવી હતી. સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટે આવક કરતા વધારે સ્થાવર સહિતની સંપત્તી માટે અરવિંદ જોષી અને ટીનૂ જોષી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અપ્રમાણસરની મિલકત માટે લોકાયુક્ત પોલીસે અરવિંદ જોષી અને ટીનૂ જોષી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

  મળતી માહિતી પ્રમાણે ટીનૂ જોષી પાસેથી રૂ.41,87,35, 821ની આવક કરતા વધારે સંપત્તિ મળી આવી છે. જે તેમની દર્શાવેલી આવક કરતા 3151.32 ટકા વધારે છે. ઈડીને તપાસમાં જાણવા મળ્યું છેકે, અરવિંદ જોષીએ પોતાના પરિવારના સભ્યોના નામથી ICICI પ્રોડેન્શલ ઇન્સ્યોરન્સના નામે રૂ. 3,21,58,975ની પોલીસમાં રોકાણ કર્યું છે. જોકે, મોટાભાગની રકમ રોકડમાં અથવા તો થર્ડ પાર્ટીના ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ ડીમાન્ડ ડ્રાફ અથવા તો ચેક થકી પોલિસીનું પેમેન્ટ કરવાાં આવ્યું છે.

  તપાસમાં વધુ જાણવા મળ્યું હતું. અરવિંદ જોષીના વિશ્વાસુ અને એસ.પી. કોહલી અરવિંદ જોષીના લાંચના નાણાનો વહીવટ કરતો હતો. એસ.પી. કોહલીની પત્ની હર્ષ કોહલીએ110.42 એકળ જમીન અને 610 ક્વેરફૂટનો ફ્લેટ મળીને કુલ 85.72 લાખની રોકડમાં ખરીદી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતુંકે, માત્ર કૃષી હસ્તગત કરવા માટે કાગળ ઉપર જ કંપનીને રચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ કરોડ રૂપિયા રોકડ, 85 લાખની સ્થાવર મિલકત, 3.2 કરોડ રૂ.ની વીમા પોલિસ. કુલ 7.11 કરોડની મિલકત બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે, 1552 પાનાની ફરિયાદ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પીએમએલએ 2002 અંતર્ગત ઇડીએ અરવિંદ જોષી, તેમની પત્ની, ટીનૂ જોષી, એચ.એમ. જોષી. નિર્મલા જોષી. આભા ઘાની જોષી, સીમા જયસ્વાત, સિમ્મત કોહલી સામે ફરિયાદ દાખલ કરી છે.

(8:57 am IST)