Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રસી લીધા બાદ સંક્રમિત કોઇ વ્યકિતનું મૃત્યુ થયું નથી : AIIMS

જો રસી લેનાર વ્યકિતને કોરોનાનો ચેપ લાગે છે, તો પછી તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવામાં આવે છે

નવી દિલ્હી,તા. ૫: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની બ્રેક થ્રૂ સ્ટડી મુજબ, કોરોનાની રસી અપાયેલી કોઈપણ વ્યકિતનું સંક્રમણને કારણે મૃત્યું થયું નથી. જો રસી લેનાર વ્યકિતને કોરોનાનો ચેપ લાગે છે, તો પછી તેને બ્રેક થ્રૂ ઇન્ફેકશન કહેવામાં આવે છે. એઇમ્સે એપ્રિલ અને મેની વચ્ચે આ અભ્યાસ કર્યો છે. આ દરમિયાન, દેશમાં કોરોનાની લહેર ચરમ પર હતી અને દરરોજ આશરે ૪ લાખ લોકોને ચેપ લાગતો હતો. એઈમ્સના અધ્યયન મુજબ, જેમણે કોવિડ રસીના બંને ડોઝ લીધા હતા, તે લોકોને કોરાનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેઓ કોવિડથી મૃત્યું પામ્યા ન હતા.

આ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે, રસી લેનાર કોઈપણ વ્યકિતનું મૃત્યુ કોરોના ચેપને કારણે થયું નથી. એમ્સે બ્રેક થ્રૂ ઇન્ફેકશનના કુલ ૬૩ કેસોનો જિનોમ સિકવન્સીંગ દ્વારા અભ્યાસ કર્યો છે. આમાંથી ૩૬ દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, જયારે ૨૭ લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો. આ અધ્યયનમાં, ૧૦ દર્દીઓએ કોવિશિલ્ડ રસી લીધી હતી, જયારે ૫૩ દર્દીઓએ કૌવેકસીન લીધી હતી. આમાંથી કોઈપણ દર્દીનું ફરીથી સંક્રમણ થવાને કારણે મૃત્યું થયું નથી.

અધ્યયન મુજબ, દિલ્હીમાં સંક્રમણના મોટાભાગના કેસો એક જેવા છે અને સંક્રમણનાં કેસમાં, ગ્.૧.૬૧૭.૨ અને ગ્.૧.૧૭ સ્ટ્રેન મોટાભાગના કેસોમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રેક થ્રૂ ઇન્ફેકશનનાં કેસો અગાઉ પણ નોંધાયા હતા, પરંતુ મોટાભાગના કેસમાં ચેપ હળવો હતો. કોઈપણ સંજોગોમાં વ્યકિતની તબિયત ગંભીર બની ન હતી અને કોઈ દર્દીનું મોત નીપજયું હતું.

આ અધ્યયમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર ૩૭ વર્ષની હતી, સૌથી ઓછી ઉંમરનો વ્યકિત ૨૧ વર્ષનો હતો, જયારે સૌથી વૃદ્ઘ વ્યકિત ૯૨ વર્ષના હતા. જેમાં ૪૧ પુરુષો અને ૨૨ મહિલાઓનો સમાવેશ થયો હતો. કોઈપણ દર્દીને પહેલાથી ગંભીર બીમારી ન હતી.

જોકે, રસી અંગે હજીપણ લોકોમાં જાગૃતિનો અભાવ છે. થોડા દિવસો પહેલા એવા અહેવાલ મળ્યા હતા કે, ઉત્ત્।ર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામમાં, આરોગ્ય કર્મચારીઓ કોરોના રસી અ ાપવા લોકો પાસે ગયા ત્યારે ગામના કેટલાક લોકો રસીના ડરથી નદીમાં કૂદી પડ્યા હતા. તે સમજવું જરૂરી છે કે, કોરોના વાયરસની રસીથી કોઈપણ પ્રકારનું જોખમ નથી અને કિલનિકલ ટ્રાયલમાં આ રસીને સલામત જાહેર કરવામાં આવી છે. તેથી, અગ્રતાના ધોરણે કોરોના સામે રક્ષણ માટે રસી લેવાની જરૂર છે.

(11:52 am IST)