Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દરેક ખોટું કામ થતું હોય છે પ્રાઈવેટ જેટમાં : યુવતીએ અબજોપતિ, નેતાઓની પોલ ખોલી

એક એરહોસ્ટેસે આ મહેલો પાછળ છૂપાયેલી કાળી સચ્ચાઈનો પર્દાફાશ કરતા દુનિયા હલી ગઈ છે

લંડન,તા. ૫: દુનિયાભરની ખ્યાતનામ હસ્તીઓ મોટાભાગે પ્રાઈવેટ વિમાનોનો ઉપયોગ કરે છે. ખુબ જ કિંમતી જેટ્સ હવામાં ઉડતા કોઈ મહેલથી જરાય કમ નથી હોતા. એક એરહોસ્ટેસે આ મહેલો પાછળ છૂપાયેલી કાળી સચ્ચાઈનો પર્દાફાશ કરતા દુનિયા હલી ગઈ છે. આ પ્રકારના 'ઉડતા મહેલો'માં કેવી રીતે શરીરના સોદા થાય છે તે આ એરહોસ્ટેસે જણાવ્યું. તેણે કહ્યું કે અનેકવાર ઈચ્છા ન હોવા છતાં ખોટા કામનો ભાગ બનવું પડે છે. સાસ્કિયા સ્વાન નામની આ એરહોસ્ટેસે એક પુસ્તક લખ્યું છે જેમાં સાઉદી અરબના પ્રિન્સ, અમેરિકી, બ્રિટિશ અને જર્મન અબજપતિઓ અંગે ખુલીને વાત કરી છે.

ધ સનના અહેવાલ મુજબ સાસ્કિયા સ્વાને પોતાના બે દાયકાની કરિયરને શબ્દોમાં વણીને સીક્રેટ ઓફ એ પ્રાઈવેટ ફ્લાઈટ અટેન્ડન્ટ  નામ આપ્યું છે. જેમાં તેણે અનેક રહસ્યો ખોલ્યા છે. તેણે લખ્યું છે કે એકવાર તે વિમાનમાં જયારે પોતાના બોસની કેબિનમાં પહોંચી તો સેકસ કરતા જોયા. તેના માટે આ નજારો કઈ નવો નહતો. કારણ કે આવું અવારનવાર થતું હતું. સાસ્કિયાની નજરમાં પ્રાઈવેટ જેટ્સ ઐય્યાશીનો અડ્ડો છે. સાસ્કિયાએ છ વર્ષ સુધી કમર્શિયલ એરલાઈનમાં કામ કયું હતું ત્યારબાદ તે પ્રાઈવેટ વિમાનો માટે કામ કરવા લાગી.

પોતાના પુસ્તકમાં સાસ્કિયા સ્વાને જણાવ્યું છે કે બ્રિટનના એક પ્રધાનમંત્રી તેને ખુબ પસંદ કરતા હતા. જયારે તેઓ પ્રાઈવેટ જેટમાં રહેતા ત્યારે સાસ્કિયાને શેમ્પેઈન પિરસવાનું કહેતા હતા. સાસ્કિયાએ પહેલી નોકરી રશિયાના અબજપતિના પ્રાઈવેટ જેટમાં કરી હતી. નોકરી જોઈન કર્યા બાદ તેણે આઠ ગુપ્ત કરાર પર સહી કરવી પડી હતી. ૪૧ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજથી તે ખુબ ખુશ હતી. પરંતુ જયારે તેને ખબર પડી કે તેના બોસને તો એરહોસ્ટેસ સાથે સેકસ કરવું પસંદ છે ત્યારે તે ગભરાઈ ગઈ.

પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે સાસ્કિયાને ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન ચેતવણી આપવામાં આવી કે જો તેણે તેના બોસ સાથે સેકસ ન કર્યું તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કારણ કે આ તેના કામનો એક ભાગ હતો. થોડા સમય બાદ રશિયન બોસની નોકરી છોડીને સાસ્કિયાએ એક સાઉદી પ્રિન્સ સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ. જો કે અહીં પણ તેને આ બધુ જ જોવાનું અને સાંભળવા મળ્યું. સાસ્કિયાએ એકવાર તો સાઉદી રાજકુમાર અને તેમની ગર્લફ્રેન્ડને હવામાં સેકસ કરતા પકડી પાડ્યા હહતા. સાસ્કિયાએ જણાવ્યું કે પ્રિન્સ અને તેમની ગર્લફ્રેન્ડના કપડા પડ્યા હતા અને બંને આપત્ત્િ।જનક સ્થિતિમાં હતા. સારી વાત એ હતી કે પ્રિન્સે તેને જોઈ નહી.

સાસ્કિયાએ સાઉદી પ્રિન્સના નામનો તો ઉલ્લેખ નથી કર્યો પરંતુ તેમની હરકતોનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જેદ્દાહમાં ફ્લાઈટ અટેન્ડેન્ટને મહેલની અંદર જ રાખવામાં આવતી હતી અને શાહી પરિવાર સાથે શારીરિક સંબંધ બનાવવા માટે તેને ખુબ પૈસા અપાતા હતા. આ દરમિયાન દર મહિને તમામ યુવતીઓની એડ્સની તપાસ પણ થતી હતી. તેણે જણાવ્યું કે નોકરીમાં આવ્યા બાદ અને મોંદ્યી ગિફ્ટ મળી પરંતુ જે ખોયું તેની ભરપાઈ થઈ શકે નહીં. આ નોકરી દરમિયાન સાસ્કિયાએ કેરેબિયન દેશોથી લઈને માલદીવ સુધીની સફર કરી. આ દરમિયાન પ્રતિ દિન ૪૫૦ ડોલર પગાર અને ૧૨૫ ડોલર રહેવાનો ખર્ચો મળતો.

(10:31 am IST)
  • ફેસબુક એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા જાન્યુઆરીની શરૂઆતમાં ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં, યુ.એસ. કેપિટોલમાં થયેલા તોફાનો બાદ તેના એકાઉન્ટ બંધ થઈ ગયા હતા. ટ્રમ્પ પર યુએસ કેપિટોલમાં રમખાણો ભડકાવવાનો આરોપ હતો. પરંતુ ગયા મહિને ફેસબુકના મોનિટરિંગ બોર્ડની એક બેઠક મળી હતી અને જેમાં ટ્રમ્પ ના એકાઉન્ટ પર અનિશ્ચિત પ્રતિબંધની ટીકા કરવામાં આવી હતી. હવે અનિશ્ચિત પ્રતિબંધની બદલે ટ્રમ્પ પરના પ્રતિબંધને 7 જાન્યુઆરીથી ધ્યાનમાં લેવામાં આવશે અને 7 જાન્યુઆરી, 2023 સુધી આ પ્રતિબંદ રહેશે. access_time 11:23 pm IST

  • સોમવારથી અમદાવાદમાં AMTS (સીટી બસ સેવા) અને BRTS(બસ સેવા) કોરોનાના નિયમોના પાલન સાથે ફરી શરૂ કરવામાં આવશે અમદાવાદીઓ માટે મોટી રાહતના સમાચાર (સાગર મહેતા) access_time 6:20 pm IST

  • ટ્વીટરની મોટી ગુસ્તાખી : હવે ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હેન્ડલ પરથી વેરિફાઇડ બ્લુ ટિકને દૂર કર્યું છે. access_time 12:32 am IST