Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ઝારખંડ-કર્ણાટકમાં ભૂકંપના ૪.૭-૪.૦ તીવ્રતાના આંચકા

કોરોના અને નિસર્ગ બાદ ધરા ધ્રૂજી : કોઈજ પ્રકારે જાનમાલનું નુકશાન ન થયું, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વારંવાર આંચકા અનુભવાઈ રહ્યા છે

નવી દિલ્હી, તા. ૫  : કર્ણાટક અને ઝારખંડમાં શુક્રવારે સવારે  વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા  હતા., નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર કર્ણાટકના હમ્પીમાં સવારે ૬.૫૫ વાગ્યે ધરતી ધ્રૂજી હતી. જેની રિએક્ટર સ્કેલ પરની તીવ્રતા ૪.૦ હતી. જોકે, અહીં કોઈ જાન-માલને કોઈ નુકશાન પહોંચ્યું નથી. આ ઉપરાંત ઝારખંડના જમશેદપુરમાં કર્ણાટકની સરખામણીએ વધારે તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે જમશેદપુરમાં પણ ૬.૫૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા કર્ણાટકમાં આવેલા ભૂકંપથી વધારે હતી. સંસ્થાને જણાવ્યું હતું કે રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૪.૭ માપવામાં આવી હતી.

          નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજનાધી ક્ષેત્ર (દ્ગઝ્રઇ)માં ૧૧ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નોંધનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ધરતીની અંદર પ્લેટો એક્ટિવ થવાથી ઉર્જા નિકળી રહી છે, જેના કારણે રહી રહીને આંચકા અનુભવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (દ્ગઝ્રજી) પ્રમાણે, દિલ્હી-દ્ગઝ્રઇમાં ૧૨, ૧૩ અને ૧૬ એપ્રિલના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ જ પ્રમાણે મેમાં પણ ભૂકંપના આંચકાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ૬, ૧૦, ૧૫ મે અને ૨૮ મેના રોજ દિલ્હી-ફરીદાબાદ એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ૨૯ મેના રોજ બે વખત આંચકા અનુભવાયા હતા, જેનું કેન્દ્ર રોહતક હતું.

(7:55 pm IST)