Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

પ્રવાસી મજૂરોની બેહાલી માટે ઇન્દિરા ગાંધી સરકાર જવાબદાર

ભાજપા કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ મસ્ત

બલિયા તા. ૫ : ભાજપા કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ વિરેન્દ્રસિંહ મસ્તે પ્રવાસી મજૂરોની બદતર હાલત માટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જો ઇન્દિરાએ દત્તોપંત ઠેંગડીની ફોર્મ્યુલા સ્વીકારી લીધી હોત તો મજૂરોની આ દશા નહોત.

તેમણે કહ્યું ૧૯૭૧માં બેંકો અને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરતી વખતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરાએ અમારા નેતા દત્તોપંત ઠેંગડીની ફોર્મ્યુલા સ્વીકારી હોત અને બેંકો તથા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવાના બદલે ઉદ્યોગોનું મજૂરીકરણ, મજૂરોનું રાષ્ટ્રીયકરણ અને રાષ્ટ્રનું ઔદ્યોગિકીકરણ કર્યું હોત તો આજે દેશ સામે પ્રવાસી મજૂરોના પલાયનની પરિસ્થિતિ ઉભી ન થાત.

(3:56 pm IST)