Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મહામારી એક દરેક દેશની નીતિ અલગ

જર્મનીએ બેરોજગાર ન થવા દીધા, અમેરિકાએ બેરોજગાર થવા દીધા, ભારતે રામભરોસે છોડી દીધા

નવી દિલ્હી તા. ૫ : મહામારી એક જ છે પણ જર્મની અને અમેરિકા એક નથી. રોજગાર અને બેરોજગારી અંગે બંનેની નીતિ અલગ છે. જર્મનીએ બધા નોકરી દાતાઓ એટલે કંપનીઓ, ઓફિસો અને દુકાનોના માલિકોને કહ્યું કે તેમના પેરોલમાં જેટલા પણ લોકો છે તેમની પાસે એક ફોર્મ ભરાવી લે. કોઇ સર્ટીફિકેટ નહીં, કોઇ લાંબી ચૌડી પ્રક્રિયા નહીં, બધાને જે પગાર મળતો હતો તેના ૬૦થી ૮૭ ટકા તેમના ખાતામાં જમા થવા લાગ્યા. ભલે ૧૦૦ ટકા પગાર ન મળ્યો પણ નોકરી જવા કરતા તો સારૂ હતું કે ૬૦ થી ૮૭ ટકા પગાર મળે. આમ કરીને જર્મનીની સરકારે લોકોને બેરોજગાર થતા બચાવી લીધા, છટણી થઇ જ નહીં. જર્મનીમાં આ સ્કીમનો લાભ ૧ કરોડ લોકોએ મેળવ્યો છે.

આના લીધે જર્મનીમાં બેરોજગારીનો દર માર્ચ-એપ્રિલમાં ૫ ટકાથી વધીને ફકત ૫.૮ ટકા થયો. જ્યારે અમેરિકામાં બેરોજગારીનો દર ૪.૪ ટકાથી ઘટીને ૧૪.૭ ટકા થઇ ગયો. જર્મનીએ રાહ નહોતી જોઇકે પહેલા લોકો બેરોજગાર બને પછી અમે તેમને બેરોજગારી ભથ્થુ આપીએ. અમેરિકાએ નક્કી કર્યું કે જે બેરોજગાર થયા તેમને ભથ્થુ મળશે. અમેરિકામાં ચાર કરોડ લોકોએ ભથ્થા માટે અરજી કરી, ભથ્થું મળ્યું પણ ખરૃં. અમેરિકામાં પણ જર્મનીની નીતિ છે પણ અડધા મનથી લાગુ છે. અમેરિકાએ ભથ્થુ આપ્યું પણ પગારથી ઓછું આપ્યું. જર્મનીએ પણ પગારના ૬૦ થી ૮૭ ટકા આપ્યા પણ બેરોજગારી ન થવા દીધી.

ભારત એક માત્ર દેશ છે જ્યાં ૧૦ કરોડ લોકો બેરોજગાર થઇ ગયા. તેમાંથી લગભગ બે કરોડ લોકો રેગ્યુલર સેલરીવાળા હતા. એક વ્યકિતની સાથે ૪ જણ ગણીએ તો આ હિસાબે ૫૦ કરોડ લોકો પાસે આવક નથી. તેમ છતાં ભારતમાં બેરોજગારીની ચર્ચા નથી. મીડીયા પણ ચર્ચા નથી કરતું. કેમકે દુનિયાનો આ એક એવો દેશ છે જ્યાં રોજગારી રાજકીય મુદ્દો નથી.

(3:56 pm IST)