Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના સારવારની વધુ ફી લેવાતા સુપ્રીમ કોર્ટે નારાજી દર્શાવી

ખર્ચની સીમા નક્કી થવી જોઇએ

નવી દિલ્હી તા. ૫ : સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર બાદના ખર્ચની મર્યાદા નક્કી કરવાની અરજી પર સુનાવણી કરી. કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાને એક સપ્તાહમાં સ્વાસ્થ્ય મંત્રાલયને જવાબ રજુ કરવા માટે કહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે પ્રાઇવેટ હોસ્પિટલોને પૂછયું કે શું તેઓ આયુષ્માન ભારત યોજના હેઠળ નિર્ધારીત ફી પર કોવિડ-૧૯ના દર્દીના સારવાર કરવાના ઇચ્છુક છે. કોર્ટે કહ્યું કે તે ફકત તે પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડ-૧૯ના કેટલાક દર્દીઓને ફ્રીમાં સારવાર કરવા વિશે પુછી રહ્યા છે તેને વ્યાજબી દરો પર જમીન આપવામાં આવી છે.

ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે અભિષેક ગોયનકા દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કોવિડ-૧૯ સારવાર ઉપરની મર્યાદા નક્કી કરવા માટે દાખલ જનહિત અરજી પર કેન્દ્રને નોટીસ ફટકારી છે.

કોર્ટે કહ્યું કે, જનહિત અરજીની પ્રતિ સોલિસિટર જનરલ તુષાર મહેતાને આપવી જોઇએ. આ મુદ્દા પર આદેશ આપશે અને એક સપ્તાહમાં કોર્ટને જવાબ આપશે. અરજીમાં સંક્રમિત લોકો માટે ચુકવણીના આધારે પ્રાઇવેટ કવોરોન્ટાઇન કેન્દ્ર અને હોસ્પિટલોની સંખ્યા વધારવાની પણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં આ પ્રકારનો વિકલ્પ દર્દીઓને આપવામાં આવ્યો નથી.

અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સરકારને એવી સુવિધાઓમાં સમાન માનકો માટે સારવારની સાંકેતિક દરોને યોગ્ય કરવા માટે કહેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વીમા કંપનીઓ દ્વારા મેડિકલેમને સમયબધ્ધ રીતે પહોંચી વળશે અને દરેક વીમા પ્રાપ્ત રોગીઓને કેશલેસ સારવારની સુવિધા આપવી જોઇએ.

અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તે પ્રાઇવેટ હોસ્પિટલોની ઓળખ કરવી જોઇએ. જ્યાં કોવિડ-૧૯ દર્દીઓને ફ્રી અથવા ઓછામાં ઓછા ખર્ચમાં સારવાર કરવામાં આવી શકે કોર્ટે કહ્યું હતું કે, આ હોસ્પિટલોને ફ્રીમાં કોડીઓના ભાવે જમીનો આપવામાં આવી છે. બીજી બાજુ કોરોના દર્દીઓની સારવાર ફ્રી અથવા નામમાત્ર દરો પર શું હોવા જોઇએ નહીં ?

પ્રાઇવેટ હોસ્પિટલો પર ભારે ભરખમ બિલ વસૂલવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે મહામારી વિરૂધ્ધ જંગ લડી રહ્યા છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલને જે સાર્વજનિક જમીન પર ચાલી રહ્યા છે અને ધર્માર્થ સંસ્થાનોની શ્રેણીમાં છે તેને આ દર્દીઓને ફ્રીમાં સારવાર માટે કહેવું જોઇએ.

(3:51 pm IST)