Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આજે તો શું ભવિષ્યમાં પણ ભાજપમાં નહિ જોડાઉ, હાર્દિક પટેલને ટીકીટ મુદ્દે કોઈ નારાજગી નથીઃ લલિતભાઈ વસોયા

રાજકોટ, તા. ૫ :. રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ અકિલાને જણાવ્યુ હતુ કે, 'આજે તો શું ભવિષ્યમાં પણ ભાજપમાં જોડાવવાનો નથી.'

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને મળવા મત વિસ્તારના કાર્ય માટે ગયા હતા તેમ લલિતભાઈ વસોયાએ અંતમાં જણાવ્યુ હતું.

(3:48 pm IST)