Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કોરોના પોઝિટિવ, કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ

દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ને કોરોના થઈ ગયો છે. અ ઘટના બાદ દાઉદના ગાર્ડ્સ એન બીજા સ્ટાફને કવોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનનો પણ રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે. ટોપ સૂત્રો મુજબ આ ખબર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં દ્યણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે અનેકવાર આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.

મળતી જાણકારી મુજબ, કોરોના વાયરસનું સંક્રમણ હવે દાઉદ ઇબ્રાહિમના દ્યર સુધી પહોંચી ગયું છે. દાઉદ અને તેની પતની મહજબીનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના દ્યરમાં કામ કરનારા તમામ કર્મચારીઓને કવોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

(3:59 pm IST)