Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હાઇ ટેન્શન વાયર પર ચાલ્યો

બોલો, ઝાડની ડાળી હટાવવા આ સાહસવીર

હૈદ્રાબાદ,તા.૫:તેલંગણમાં હેદરાબાદથી ૭૫ કિલોમીટર દૂર સંગારેડી જિલ્લાના નિઝામપુરમાં ખોરવાઈ ગયેલો વીજપુરવઠો ફરી ચાલુ કરી શકાય એ માટે તૂટી પડેલી ઝાડની ડાળખી હટાવવા એ વિસ્તારનો ઇલેકિટ્રસિટી ડિપાર્ટમેન્ટનો એક હિંમતવાન કર્મચારી હાઈ ટેન્શન વાયર પર ચાલ્યો હતો. એ ઘટનાનો સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયો જોઈને ભલભલાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. સુસવાટા મારતા વેગવાન પવનને કારણે ઝાડની ડાળી ઇલેકિટ્રસિટીના હાઈ ટેન્શન વાયરની ઉપર પડી હતી. એ બાબતની જાણ કરવામાં આવતાં ઇલેકિટ્રસિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એ સ્થળે પહોંચ્યા હતા. નૂર નામના એક કર્મચારીએ કરેલી હિંમતને એ વિસ્તારના બધા લોકો બિરદાવે છે. ઝાડની ડાળખી હટાવીને વીજપુરવઠો રાબેતા મુજબનો થયો ત્યારે નૂર પાછો આવ્યો અને નસીબજોગે તથા તેની વ્યાવસાયિક સાવચેતીને કારણે તેને કોઈ ઇજા નહોતી થઈ.

(3:12 pm IST)