Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ઉંમર વધવાની સાથે મગજની ગતિવિધિઓ નબળી પડતી જાય છે

ભારતીય વૈજ્ઞાનિકો પહેલીવાર ઉંદરને બદલે માણસો પર કર્યો પ્રયોગ

બેંગ્લોર તા.પ : ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઇઆઇએસસી)ના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યુ છે કે ઉંમર વધાવની સાથે જ મગજની કેટલીક ગતિવિધિઓ નબળી પડવા લાગે છે. ભલે તે વ્યકિત સ્વસ્થ હોય તો પણ આવું થાય છે. અતયાર સુધી આ પ્રકારના રિસર્ચ ફકત આઇઆઇએસસીના વૈજ્ઞાનિકોએ પહેલીવારના અભ્યાસ માનવો પર કર્યો છે.

આઇઆઇએસસીએ કહયું છે કે માનવ મગજની ગતિવિધિઓને વિદ્યુત સંકેતના રૂપમાં નોંધી શકાય છે. તેમા ગામા કિરણો પણ સામેલ છે. જે ઉચ્ચ આવૃતિવાળા હોય છે. તે મગજના સ્થાનિક એરિયાની સુક્ષ્મ ગતિવિધીઓનો સંકેત આપવામાં સક્ષમ છે.

આઇઆઇએસસીમાં મગજ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ વિભન્ન વય જુથના સ્વસ્થ યુવા અને બુઝુર્ગ મનુષ્યો પર અભ્યાસ કરીને એ સાબિત કર્યુ કે જેમ જેમ ઉંમર વધતી જાય છે. માનવ મગજમાં ગામા કિરણો નબળા પડતાજાય છે, આ અભ્યાસ મગજની બીમારીઓ, અલ્ઝાઇમરના દર્દીઓ અથવા લકવાના શિકાર દર્દીઓના ઇલાજમાં આગળ ઉપર બહુ ઉપયોગી સાબિત થશે.

(3:11 pm IST)