Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આસારામને જેલમાં કોરોનાનો લાગ્યો ભયઃ ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

આસારામે રાજસ્થાનની જેલમાં કોરોનાના સંક્રમણમાં લાગી શકે છે તેનો ભય દર્શાવ્યો

અમદાવાદ : કોરોના વાયરસના ભયના કારણે આસારામે કોર્ટમાં ફરી જામીન અરજી કરી હતી. પરતું ગુજરાત હાઈકોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. આ અંગે હાઈકોર્ટે જણાવ્યું છે કે, આસારામની સમર્થકોની સંખ્યા ખુબ જ વધારે છે. એવામાં તેને જામીન આપવાથી હજારોની સંખ્યામાં લોકો તેને મળવા આવી શકે છે. જેથી કોરોના વાયરસની ચપેટમાં દ્યણા લોકો આવી શકે તેમ છે. જેથા હાલ આસારામની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આસારામ સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં દોષિત આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. તેની સામે ગાંધીનગરની કોર્ટમાં પણ રેપ કેસની સુનાવણી ચાલી રહી છે. તેણે ચાર મહિનાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં ૮૪ વર્ષના આસારામે રાજસ્થાનની જેલમાં કોરોનાના સંક્રમણમાં લાગી શકે છે તેનો ભય દર્શાવ્યો હતો. હાઈકોર્ટે આ પહેલા ૩૦ માર્ચે પણ તેની જામીન અરજી નકારી હતી. જેમાં પણ તેણે કોરોનાના ડરનું કારણ દર્શાવ્યું હતું

 આ વખતે આસારામના વકીલે દલીલ કરી હતી કે, 'જોધપુર જેલમાં કેટલાક કેદીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જે આસારામનું જીવન જોખમમાં મૂકી શકે છે. વાયરસથી બચવા માટે વૃદ્ઘો માટે કેટલીક ગાઈડલાઈનનું સૂચન કરવામાં આવ્યું છે, આથી આસારામને જેલમાંથી થોડા સમય માટે બહાર કાઢવો જોઈએ. 'જો કે ગુજરાત સરકારે આસારામની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી કે રાજસ્થાનમાં આવેલી જેલના અધિકારીઓ કેદીઓમાં કોવિડ-૧૯નું સંક્રમણ ન ફેલાય તે માટે પૂરતા પગલા ભરી રહ્યા છે.

 હાઈકોર્ટે જણાવ્યું કે, આસારામે જામીન માટે કોઈ નવું કારણ નથી આપ્યું, તે ધ્યાને આવ્યું છે કે આસારામના ભારત સહિત સમગ્ર દુનિયાભરમાં દ્યણા સમર્થકો છે. જસ્ટીસ એ.એસ સુપેહીઆએ કહ્યું, શ્નઆપેલા નિવેદન પર ધ્યાન આપતા, કોવિડ-૧૯ના હાલની સ્થિતિમાં શકયતા છે કે અરજદારને તેના હજારો સમર્થકો મળવા માટે આવી શકે. જેથી સ્થિતિ વણસી શકે છે.

(12:46 pm IST)