Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હવે ઓસ્ટ્રેલિયન જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિશને વર્ચ્યુઅલ કોન્ફ્રેન્સ મારફત વાતચીત

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિશને વર્ચ્યુઅલ કોન્ફ્રેન્સ મારફત વાતચીત કરી હતી. જેમાં કોરોના વાયરસ, બંને દેશોના સંબંધો અને એશિયા પેસિફિક ક્ષેત્ર અંગે ચર્ચા થઇ હતી. બંને દેશોએ ઇશારા ઇશારામાં ચીનને અન્ય દેશોની સંપ્રભુતાનું પાલન કરવા માટે પણ કહી દીધું હતુ.

   ભારત અને ઓસ્ટ્રેલિયાએ સમુદ્રમાં નિયમો પર આધારિત વ્યવસ્થાનું સમર્થન દેવાનું એલાન કર્યું હતુ. હિંદ મહાસાગરમાં ચીનના વધી રહેલા પ્રભાવને નિષ્ફળ કરવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક-બીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા માટેની એક મહત્વપૂર્ણ સમજૂતી પણ કરી છે. જેથી ભારત અને ઓસ્ટ્રેલિયાના જંગી યુદ્ધ જહાજ, ફાઇટર જેટ એક-બીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે. જરૂરિયાત જણાશે તો ઇંધણ પણ લઇ શકશે.

   પીએમ મોદીએ કહ્યું કે આ સમયે બંને દેશોએ એક-બીજાની નજીક આવવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમય બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવાનો છે. તેનાથી એશિયા પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા આવશે. પીએમ મોદીએ કહ્યુંક ભારતે કોરોના વાયરસની આફતને અવસર તરીકે નિહાળી છે. જેના પરિણામ આગામી સમયમાં જરૂર જોવા મળશે. સ્કોટ મોરિશને જી-20માં ભારતની ભાગીદારીના વખાણ કર્યા. અને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધ મજબૂત કરવાનો સમય આવી ગયો છે. વાતચીતમાં સ્કોટ મોરિશને કહ્યું કે તેઓ જ્યારે પણ ભારતના પ્રવાસે આવશે ત્યારે ગુજરાતી ખિચડી જરૂરથી ખાશે.

(12:38 pm IST)