Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આ નાણાકીય વર્ષમાં ૧૫%નો આર્થિક ઘટાડો

RBIના સર્વેમાં સામે આવ્યા ડરામણા પરિણામો

મુંબઇ, તા.૫: કોરોના વાયરસ મહામારીના લીધે ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થવ્યવસ્થામાં ૧.૫ ટકાનો ઘટાડો આવી શકે છે.

કોરોના વાયરસ મહામારીના લીધે ગ્રાહકોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં અર્થવ્યવસ્થામાં ૧.૫ ટકાનો ઘટાડો આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગુરૂવારે જાહેર થયેલા એક સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

રિઝર્વ બેંકના ગ્રાહક વિશ્વાસ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 'મે ૨૦૨૦માં ગ્રાહકોનો વિશ્વાસ તૂટી ગયો છે, હાલની સ્થિતિ ઇંડેકસ (સીએસઆઇ) પોતાના ઐતિહાસિક નીચલા સ્તર પર આવી ગયો છે. આ ઉપરાંત એક વર્ષ આગળનું ભવિષ્ય સંભાવનાઓ ઇંડેકસમાં પણ ભારે ઘટાડો આવ્યો છે અને આ નિરાશાવાદના ક્ષેત્રમાં પહોંચી ચૂકયો છે.

રિઝર્વ બેંક દ્વારા પ્રાયોજિત પ્રોફેશનલ ફોરકાસ્ટર્સ (એસપીએફ)ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીડીપીમાં ૨૦૨૦-૨૧માં ૧.૫ ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષમાં વધારાની રાહત પર પરત ફરશે અને તેમાં ૭.૨ ટકાનો વધારો નોંધાશે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક વ્યકિતગત અંતિમ વપરાશ ખર્ચ (પીએફસીઇ)માં ચાલૂ નાણાકીય વર્ષમાં ૦.૫ ટકાનો દ્યટાડો આવશે. આગામી નાણાકીય વર્ષમાં તેમાં ૬.૯ ટકાના વધારાની આશા છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક જીએફસીએફમાં ૨૦૨૦-૨૧માં ૬.૪ ટકાનો ઘટાડો આવશે. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં તેમાં ૫.૬ ટકાનો વધારો નોંધાશે.

(11:23 am IST)