Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપ : જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો અને હમ્પીમાં 3 સ્કેલનો ભૂકંપ

વહેલી સવારે 6.55 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો : નુકશાનના કોઈ અહેવાલ નથી

 

ફોટો bhukamp

રાંચી : કોરોના સંકટ વચ્ચે ઝારખંડ અને કર્ણાટકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ઝારખંડના જમશેદપુરમાં સવારે લગભગ 6.55 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.7ની હતી. ભૂકંપ આવ્યો ત્યારે લોકો તુરંત જ ઘરોની બહાર દોડી આવ્યા હતા. જો કે તેમાં કોઈ જાન-માલ ગુમાવવાના કોઈ સમાચાર નથી.

  આજે  સવારે કર્ણાટકના  હમ્પી શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, લોકોને સવારે 6.55 વાગ્યે હમ્પીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0ની હતી. અહીં કોઈ પણ પ્રકારના નુકસાનના કોઈ અહેવાલ સાંપડ્યા નથી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કટોકટીની વચ્ચે તાજેતરમાં જ દિલ્હી-એનસીઆર અને આજુબાજુના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.ગત 3 જૂને ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 હતી. આ ભુકંપના આંચકા રાત્રે 10.42 વાગ્યે અનુભવાયા હતા. આ ભુકપનું કેન્દ્ર દક્ષિણપૂર્વ નોઈડામાં હતું.

(11:11 am IST)