Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હવે રેસ્ટોરન્ટ્સ 'ઇમ્યુનીટી મેનુ' પણ પીરસશે

ગ્રાહકોની પસંદગીને અનુરૂપ મેનુ

મુંબઇ,તા.૫ : આજમા વરીયાળીની ચા હોય કે પછી હળદરવાળું દૂધ, ચ્યવનપ્રાસ આઇસક્રીમ હોય કે છાશ રાગી ટાકોઝ -કેફે, કિવક સર્વિસ આઉટલેટ્સ અને ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સે 'ઇમ્યુનિટી મેનુ' પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આગામી સોમવારથી રેસ્ટોરન્ટ્સ શરૃ થઇ રહ્યા છે. ત્યારે ચાઇ પોઇન્ટ, કોફી ડે એન્ટરપ્રાઇસ ચાયોસ, ટાટા સ્ટારબકસ અને મેસિવ રેસ્ટોરન્ટ્સે લોકડાઉન પછી મેનુમાં ગ્રાહકોની બદલાયેલી પસંદનું ધ્યાન રાખીને વાનગીઓનો ઉમેરો કર્યો છે. ચાઇ પોઇન્ટના સહસ્થાપક અમુલિક સિંઘ બિજરલે જણાવ્યું હતું કે, '' વર્ક-ફ્રોમ-હોમમાં તીવ્ર ઉછાળો અને ફૂડની આદતોમાં ફેરફારને કારણે અમે ઓલ-ડે બ્રેકફાસ્ટ મેનુમાં આરોગ્યપ્રદ  હળવા જમણનો ઉમેરો કર્યો છે. '' મોટા ભાગના કિવક સર્વિસ ફૂડમાં હળદરનો ઉમેરો કરાયો છે. ટાટા સ્ટારબકસના માર્કેટિંફ હેડ (ડિજિટલ) દીપા ક્રિષ્નને જણાવ્યું હતું કે, ''ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને હની-ટર્મરિક લાતે, સોયા આધારિત વેગન કોલ્ડ બ્રૂ અને વિટામીન-C થી સમૃધ્ધ રાસ્પબેરી, કિવી અને બ્લૂબેરીમાંથી બનાવેલી સ્મૂધીઝ સહિતની વાનગી લોન્ચ કરવામાં આવી છે.'' એક હોટલે કહ્યું છે કે અમે હળદરવાળુ દુધ, હલ્દી, ચાય લોન્ચ કરીશુ મોટાભાગના પીણા સરકારની માર્ગદર્શક મૂજબ હશે. લોકડાઉનના ગાળામાં આઇસ્ક્રીમ ને મોટો ફટકો પડ્રયો હતો. ઉનાળામાં ઘરની બહાર નીકળીને આઇસક્રીમની મજા માણતા લોકોની ઘરાકી તો બિલકુલ ઠપ થઇ ગઇ હતી. હવે લોકડાઉન હળવું થયું છે ત્યારે ડેરી કંપનીઓ નવા વેરિયન્ટ્સની મદદથી સીઝનના નુકસાનને ભરપાઇ કરવા સક્રીય બની છે. આઇસક્રીમ મેન્યુફેકચરર્સ એસોસિયેશન IICMAની મેનેજિંગ કમિટીના સભ્ય અને હેંગ્યો આઇસક્રીમના મેનેજિંગ ડિરેકટર પ્રદીપ જી રાયે જણાવ્યું હતું કે, ''નેચરલ્સ, વાડીલાલ, પાબરાઇ, ક્રીમ બેલ અને ડેરે ડે જેવી તમામ અગ્રણી કંપનીઓ સ્થિતિને અનુરૃપ રોગપ્રતિકારક શકિત વધારે તેવી આઇસક્રીમ ફલેવર્સ તૈયાર કરવા સક્રિય છે.'' રસોડામાં  પણ ફિઝિકલ ડિસ્ટન્સના નિયમોને કારણે નાનું પણ વિશેષ મેનુ બનાવી શકાશે. જેમાં સ્થાનિક સામગ્રીને પ્રાધાન્ય મળશે.

(10:39 am IST)