Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સૌથી મોંઘા બોડીગાર્ડમાંથી એક

શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહને મળે છે વર્ષે ૨.૭ કરોડનો પગાર

મુંબઇ, તા.૫: બોલિવૂડના સ્ટાર્સની લાઈફ સાથે જોડાયેલી બાબતો તેમના ફેન્સ જાણવા ઈચ્છતા હોય છે. પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે ફેન્સ તમામ પ્રયત્નો કરે છે. જયારે સ્ટાર્સ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે અને તેના માટે મોટી રકમ પણ ચૂકવે છે. આજે અમે તમને સુપરસ્ટાર શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહ કેટલી સેલરી મેળવે છે તેના વિશે જણાવીશું.

બોલિવૂડમાં કિંગ ખાનથી જાણીતા શાહરૂખ ખાનની સુરક્ષાની જવાબદારી રવિ સિંહના ખભા પર છે. તે છેલ્લા નવ વર્ષથી શાહરુખ ખાનને દેશ અને વિદેશમાં સુરક્ષા પૂરી પાડે છે.

મીડિયા રિપોર્ટસ મુજબ શાહરુખ ખાન પાસેથી રવિ સિંહ વાર્ષિક ૨.૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ રીતે રવિ સિંહ બોલિવૂડનો સૌથી મોંઘો બોડીગાર્ડ છે. શાહરુખ ખાન પોતાના પરિવારના દરેક નાના-મોટા કાર્યક્રમમાં રવિ સિંહને બોલાવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ ગુરમીત સિંહ એટલે ક શેરાની સેલરીના પણ રિપોર્ટ આવ્યા હતા. જે મુજબ સલમાન ખાન પોતાની સિકયોરિટી માટે શેરાને વાર્ષિક ૨ કરોડથી વધારે રકમ ચૂકવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરા એક સિકયોરિટી એજન્સીનો માલિક છે અને તે ખૂબ લાઈમલાઈટમાં રહે છે. જયારે રવિ સિંહ લાઈમલાઈટમાં રહેતો નથી પરંતુ તે શાહરુખ સાથે હંમેશા હાજર હોય છે.

(10:43 am IST)