Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પશ્ચિમ બંગાળમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમી ધરણા ઉપર બેસી ગયો

દિલ્હી : પશ્ચિમ બંગાળમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ ધરણા કરતા આ બનાવથી ભારે ચર્ચા જાગી છે.

અનંત બર્મન નામનો યુવક લિપિકા નામની યુવતી સાથે છેલ્લા ૮ વર્ષથી રિલેશનશીપમાં હતો. એક દિવસ અચાનક જ લિપિકએ અનંત સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેને વ્હોટસએપ અને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો. તેનો નંબર પણ બ્લોક કરી દીધો. જો કે, લિપિકાના પ્રેમમાં પાગલ અનંત અટકયો નહીં. તેણે થોડી તપાસ કરી તો જાણવા મળ્યું કે લિપિકાના પરિવારે તેના લગ્ન બીજી કોઇ જગ્યાએ નકકી કરી દીધા છે.

જેથી તેનાથી નારાજ થઇ ને 'મારા આઠ વર્ષ પાછા આપ', તેવા બેનર સાથે ધરણા કર્યા હતાં.

અંતે પ્રેમની જીત થઇ અને પ્રેમીકા તેના પ્રેમી સાથે રાજીખુશીથી લગ્ન કરવા માટે રાજી થઇ ગઇ હતી.

(5:31 pm IST)