Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

NEETમાં નાપાસ થતાં વિદ્યાર્થિનીના આપઘાતથી જબરો હોબાળો : પરીક્ષા પર પ્રતિબંધની માંગ

તમિલનાડુની ગરીબ પરિવારની દલિત વિદ્યાર્થીની ફી નહિ ભરી શકતા સરકરી કોલેજમાં એડમિશન લઇ પરીક્ષા આપી હતી પરંતુ હતાશા મળી : વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવાયો : રજનીકાંતે પણ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી :નેશનલ એલીજીબિલીટી કમ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પરીક્ષામાં નાપાસ થતા તમિલનાડુની એક દલિત વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા જબરો હોબાળો મચ્યો છે આપઘાતના વિરોધમાં લોકો કલેકટર કચેરીએ ઘસી જઈને પરીક્ષા પર પ્રતિબંધ મુકવા સુધીની માંગ કરી છે ડીએમકે પાર્ટીએ વિધાન્સભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો લીધો હતો.

  આ અંગેની વિગત મુજબ 17 વર્ષ પ્રતિભા શનુમુગમ નામની આ છોકરીએ તેની ઘરે ઝેરી દવા પી લઇને આપઘાત કર્યો હતો. તે તમિલનાડુની વિલપુરમ જિલ્લાની વતની હતી.  ગયા વર્ષે તેણીએ નીટની પરીક્ષા પાસ કરી હતી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પ્રવેશ પણ મેળવ્યો હતો પણ તનો પરિવાર આર્થિક રીતે ગરીબ હતો એટલે શિક્ષણની ફી ભરી શકે તેમ નહોતો. એટલા માટે તેણીએ નક્કી કર્યુ હતુ કે, ફરી વખત નીટની પરીક્ષા આપી સરકારી મેડિકલ કોલજમાં પ્રવેશ મેળવવો પણ તેને આ પરીક્ષામાં સફળતા મળી નહી અને હતાશ થઇ આ અંતિમ પગલુ ભર્યું હતુ.

  તેના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ સીબીએસઇમાં ભણ્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતા પ્રમાણમાં કોચીગ ઉપલબ્ધ નથી. એટલે રાજય અને કેન્દ્ર બને સરકારો આ વિદ્યાર્થીના ના આપઘાત માટે જવાબદાર છે.

  આ વિદ્યાર્થીનીના આપઘાતનો વિરોધ કરવા લોકો સ્થાનિક કલેક્ટરની કચેરીએ પહોંચી ગયા હતા અને નીટ પર પ્રતિંબધની માંગણી કરી હતી. ડીએમકે પાર્ટીએ આ મુદ્દે વિધાનસભામાં પણ ઉઠાવ્યો અને સત્તાધારી પક્ષ પાસેથી જવાબ માંગ્યો.

  જાણીતા અભિનેતા અને રાજકારણમાં આવેલા રજનીકાંતે પણ આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યુ અને મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીના પરિવારને સાંત્વના પાઠવી હતી. નીટ જેવી પરીક્ષાને લીધે વિદ્યાર્થીઓ મૃત્યુ ન પામે તેની તકેદારી આપણે લેવી જોઇએ.

દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે.

(8:39 pm IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST